ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

Text To Speech
  • મિહિર શાહની BMW કાર સાથે અકસ્માત થવાને કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

મુંબઈ, 09 જુલાઈ: મુંબઈના વરલીમાં હિટ એન્ડ રન કેસમાં આજે મંગળવારે ત્રીજા દિવસે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની મહારાષ્ટ્રના વિરારથી ધરપકડ કરી છે. મિહિર શાહ એ વ્યક્તિ છે જેની કારને કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રવિવારે સવારે થયેલા આ અકસ્માત બાદ મિહિર ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધખોળ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ભાગતા પહેલા મિહિર શાહે તેની કાર બાંદ્રામાં છોડી દીધી હતી અને ડ્રાઈવર રાજઋષિને કલા નગર પાસે છોડી ગયો હતો. આ પછી રાજઋષિ પણ ઓટો-રિક્ષામાં બોરીવલી આવ્યો. વધુમાં, પ્રારંભિક તપાસ દરમિયાન, પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે જે BMW કારથી અકસ્માત થયો હતો તે કારનો વીમો નથી. કારનો વીમો પૂરો થઈ ગયો હતો.

 

પિતાને જામીન મળી ગયા

આ અકસ્માત બાદ પોલીસે લાંબી પૂછપરછ બાદ આરોપી પિતા રાજેશ શાહ અને ડ્રાઈવર રાજઋષિની ધરપકડ કરી હતી. જોકે, રાજેશ શાહને સોમવારે સાંજે 15 હજારના અંગત બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. હકીકતમાં, અકસ્માત બાદ મિહિર શાહ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પોલીસે તેના પિતાની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમણે કોર્ટમાં જામીન અરજી કરી હતી અને સોમવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

આ સમગ્ર મામલો શું છે ?

 

વર્લી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે સવારે 7 વાગ્યે એક બેકાબૂ BMW કારે સ્કૂટર પર સવાર માછીમાર દંપતી પ્રદીપ નખવા અને કાવેરી નખવાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ આરોપીએ કાર ન રોકી અને મહિલા લગભગ 100 મીટર સુધી કારના બોનેટ પર લટકતી રહી અને રોડ પર પડી ગઈ. આ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ આરોપી મિહિર શાહ ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, અકસ્માત સમયે આરોપી મિહિર શાહ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે ડ્રાઈવર રાજઋષિ બિદાવત તેની બાજુમાં બેઠો હતો.

આ પણ જુઓ: બુટલેગર સાથે ઝડપાયેલી CIDની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન નામંજુર

Back to top button