ગુજરાત એટીએસને મોટી સફળતા : નારાયણ સાંઈ સામે દુષ્કર્મ કેસના ફરિયાદી પર હુમલો કરનારની ધરપકડ
ગુજરાત એટીએસની ટીમે બાતમીની આધારે વોચ ગોઠવી નારાયણ સાંઈ તેમજ આસારામ સામે દુષ્કર્મ સહિતની નોંધાવનાર ફરિયાદી પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી છે. અગાઉ સુરતમાં આવેલા આસારામના આશ્રમમાંથી વાસુ નામના વ્યક્તિને ઝડપી પડાયો હતો તો બીજી તરફ હત્યાનો પ્રયાસ કરનાર આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુનું પણ નામ સામે આવ્યું હતું અને તે 2014થી ફરાર હતો. તેને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપીએ ફરિયાદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો
ગુજરાત એટીએસની ટીમે માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના સુસનેરમાં આવેલા આશ્રમમાં આરોપી શૈલેન્દ્ર સાહુ ગૌસેવાનું કામ કરી રહ્યો છે અને તે ત્યાં જ રહ્યો હતો. આરોપી શૈલેન્દ્ર સાહુ મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના અકોદીયા પો.સ્ટે. વિસ્તારમાં ચારો લેવા આવવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી, જેના આધારે ગુજરાત એટીએસે આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો હતો.
આરોપી શૈલેન્દ્રને સુરત પોલીસને સોંપવાની કાર્યવાહી
પકડાયેલા આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુ BSC-BA સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. હાલ આરોપી શૈલૈન્દ્રને સુરતના ખટોદરા પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તેમજ આસારામ અને નારાયણ સામે થયેલા આરોપો આશ્રમના કેટલાક સાધનો કને સહન થયા ન હતા, જેના કારણે અનેક સાક્ષીઓ તેમજ ફરિયાદઓ પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે તે સમયે સુરતના એક ફરિયાદીએ નારાણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ફરિયાદી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.