ગુજરાત ATSને મળી મોટી સફળતા, કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનારની ધરપકડ
- ક્ચ્છમાંથી એટીએસે એકની કરી ધરપકડ, પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો આરોપી.
- નિલેશ નામના શખ્સની ગુજરાત ATS દ્વારા કરાઈ ધરપકડ, માહિતીના બદલે મોટી રકમ વસુલતો હોવાનું આવ્યું સામે.
ગુજરાત ATSને કચ્છમાં મોટી સફળતા મળી છે. કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો. તે આ માહિતીના બદલે મોટી રકમ વસુલતો હોવાનું સામે આવ્યું છે.
BSFની એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતો વ્યક્તિ પાકિસ્તાનમાં ગુપ્ત માહિતીઓ પહોંચાડતો ઝડપાયો:
પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત ATSએ કર્યો છે. પાકિસ્તાન ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવીને કઇક કરવાની ફિરાકમાં હતુ. આ માટે પાકિસ્તાને એક વ્યક્તિને હાથો બનાવ્યો હતો. પાકિસ્તાન પોતાના એક હેન્ડલર દ્વારા ગુજરાતના BSFના એક યુનિટમાં કામ કરતા વ્યક્તિ પાસેથી માહિતી મગાવતુ હતુ. જો કે BSFની એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતો વ્યક્તિ પાકિસ્તાન સુધી ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હોવાની જાણ ગુજરાત ATSને મળી હતી.
ATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી:
માહિતી મળતા જ ગુજરાત ATSએ કચ્છમાં આવેલા BSF યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા યુવાનને ઝડપી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પટાવાળા નિલેશે માહિતીના બદલામાં 25 હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. નિલેશ નામના વ્યક્તિની ધરપકડ કરી ATSએ વધુ તપાસ શરૂ કરી છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: આસમાની આફતનો કહેર ! ખરાબ હવામાનને કારણે એક જ દિવસમા 20 લોકોના મોત