ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે કડક એકશન મોડમાં છે. ત્યારે ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ફરી એકવાર મોટો જથ્થો પકડી પાડ્યો છે. આજે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે 40 કિલો હેરોઈન ઝડપી પાડયું છે.
- પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત કરવામાં આવી છે.
In joint operation, Indian Coast Guard & Gujarat ATS apprehended a Pakistani boat 6 miles inside Indian waters with 40 kgs of drugs valued at Rs 200 cr. Two fast attack boats of ICG caught Pakistani boat 33 nautical miles off Jakhau coast in Gujarat: ICG officials
— ANI (@ANI) September 14, 2022
પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન સાથે પકડી પાડવામાં આવી છે.તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે. ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
Pakistani crew along with boat are being brought to Jakhau for further investigation: ICG officials
— ANI (@ANI) September 14, 2022
ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પાન મસાલાને લઈને સરકારે કર્યો નવો આદેશ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી