ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Text To Speech
  • પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રજનીભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી
  • ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે તેના કરતા સારા પરિણામો મળશે તેવી આશા છે : રજનીભાઇ પટેલ

ગાંધીનગર, 21 જાન્યુઆરી : રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રેસકોન્ફરન્સમાં પ્રદેશ મીડિયાના કન્વીનર ડો.યજ્ઞેશ દવે, પ્રદેશના સહપ્રવકતાઓ જયરાજસિંહ પરમાર, હિતેન્દ્રભાઇ પટેલ, ડો.શ્રદ્ધાબેન રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિનો આરંભ કર્યો અને આજે પણ દેશ નવા ભારત અને આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધી રહ્યો છે.

ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સૌનો સાથ, સૌનો વિકાસ ના સુત્ર સાથે કામ કરી રહ્યા છે તેમજ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે સંગઠનની વ્યવસ્થા મજબૂત કરી છે તેના આધારે આવનાર સમયમાં આ ચૂંટણીઓમાં અમે પ્રજા વચ્ચે જઇશું.

આ ચૂંટણીમાં ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે તેના કરતા સારા પરિણામો મળશે તેવી આશા છે. પ્રજાનો વિશ્વાસ, પ્રેમ અને સહકાર ગુજરાતમાં ભાજપ સાથે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકસીત રાષ્ટ્ર બને તે દિશામાં આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો :- ચાલુ મહિને યોજાનારા જિલ્લા, તાલુકા અને રાજ્યનો ‘સ્વાગત’ કાર્યક્રમ અંગે મહત્વના સમાચાર

Back to top button