બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘તમે મારો સાથ આપો, અમે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું’


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે અમે એક નવું સૂત્ર આપ્યું છે. ‘તુમ મેરા સાથ દો હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે’. આ સાથે તેમણે કહ્યું કે ‘અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે બહાર આવીને બોલવું પડશે’.
शुभाषचंद्र बोस जी के जन्मदिवस पर गुरुदेव ने लिया प्रण
तुम मेरा साथ दो, हम हिन्दू राष्ट्र बनाएंगे ???????? गुरुदेव भगवान की जय#BageshwarDham #Hindus #SanatanaDharma pic.twitter.com/pQiR7gnfeg— बागेश्वर धाम सरकार शिष्य (@Pawan56086620) January 23, 2023
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો લોકો હજુ પણ બહાર નહીં આવે તો અમે તેમને કાયર ગણીશું. એમ પણ કહ્યું કે જો તમે સનાતની હો તો મને સાથ આપો, ઘરની બહાર નીકળો. હું માત્ર સનાતન ધર્મને આગળ લઈ જવા માંગુ છું. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ભારત હિંદુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તમે બધા આ સ્લોગનને ઘણા લોકો સુધી પહોંચાડો. વધુમાં તેમણે કહ્યું કે ભારતના હિંદુઓ એક થઈ ગયા તે પણ એક ચમત્કાર છે. એ પણ કહ્યું કે મારી પ્રાર્થના વ્યર્થ ન જવા દો. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. હું ક્યારેય રાજકારણ નહીં કરું, અમે માત્ર સનાતનીઓને એક કરવાની વાત કરીશું. તેમણે કહ્યું કે ભારતના દરેક સંત અમારી સાથે છે, તે આપણું સૌભાગ્ય છે. અમે બધા સાધુઓને પ્રાર્થના કરીશું કે હવે ચૂપચાપ બેસી ન રહે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બાગેશ્વર ધામ એક બહાનું હતું, તેના બદલે કેટલાક લોકોએ સનાતન ધર્મને નિશાન બનાવવો હતો.