અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યુ મોટું નિવેદન, મુસ્લિમ લીગને ગણાવી સેક્યુલર પાર્ટી
કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના 10 દિવસીય પ્રવાસે છે. ભારતમાં અટપટાં નિવેદનો આપવા માટે જાણીતા રાહુલ ગાંધીનો વિદેશમાં પણ એ જ પ્રકારનો વ્યવહાર જોવા મળી રહ્યો છે. 1 જૂનના રોજ વોશિંગ્ટન ખાતે નેશનલ પ્રેસ ક્લબમાં તેમણે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. ઇન્ટરવ્યૂઅરે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ‘સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક’ કહી હતી. મુસ્લિમ લીગ એ રાજકીય પાર્ટી હતી જેણે ભારતના વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
#WATCH | Washington, DC: …" Muslim League is a completely secular party, there is nothing non-secular about the Muslim League…": Congress leader Rahul Gandhi on being asked about Congress's alliance with Indian Union Muslim League (IUML) in Kerala pic.twitter.com/wXWa7t1bb0
— ANI (@ANI) June 1, 2023
રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન
રાહુલ ગાંધીને મુસ્લિમ લીગને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. એક અમેરિકન પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કેરળમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરી રહી છે. તમે આ વિશે શું કહેશો? રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી છે. આ પક્ષમાં એવું કંઈ નથી જે તેને બિનસાંપ્રદાયિક કહે.
આ પણ વાંચો : અમદાવાદીઓને મળશે હેરિટેજ બસ સ્ટેશનની ભેટ, આ તારીખે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ