પાકિસ્તાની ચાહકોને મોટો આંચકો, આ સ્ટાર ખેલાડી લીધો ODI ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય


ઇસ્લામાબાદ , ૨૬ ફેબ્રુઆરી :પાકિસ્તાન ક્રિકેટ ટીમ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. 29 વર્ષ પછી ICC ઇવેન્ટનું આયોજન કરી રહેલા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પહેલી બે મેચ હાર્યા બાદ પાકિસ્તાન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટમાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
બુધવારે સમા ટીવીના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન પોતાની વનડે કારકિર્દીનો અંત લાવવાની યોજના બનાવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા ચેનલના નજીકના સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેમણે ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી.
ઝમાને કહ્યું હતું કે, “ચેમ્પિયન્સ ટ્રોફી મારી છેલ્લી ICC ટુર્નામેન્ટ હશે. હું ODI ક્રિકેટમાંથી વિરામ લેવા માંગુ છું.” અહેવાલો અનુસાર, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ફખર ઝમાન ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો. તે લગભગ ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે.
ફખરે પાકિસ્તાન માટે ૮૬ વનડે રમી છે, જેમાં ૪૬.૨૧ ની સરેરાશથી ૩૬૫૧ રન બનાવ્યા છે. તેણે ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે સદી ફટકારી હતી.
VIDEO/ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ગાઝામાં ‘બીચ પાર્ટી’ કરી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ગુગલ પે યુઝર્સ માટે શોકિંગ ન્યૂઝ, હવે બિલ પેમેન્ટ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ, જાણો વિગતો
આધાર કાર્ડમાં નવો મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો? ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા જાણો
લગ્નમાં રોકડ રકમનું ટેંશન સમાપ્ત: હવે આ રીતે નોટોના બંડલ ઓનલાઈન પણ છે ઉપલબ્ધ
યુનિફાઇડ પેન્શન યોજના 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહી છે, તેનો લાભ કોણ અને કેવી રીતે મેળવી શકે?
કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં