અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલ

ફ્રાંસ કબૂતરબાજી કેસમાં વધુ મોટા ખુલાસા, CID ક્રાઈમની તપાસમાં 15 એજન્ટોના નામ ખુલ્યાં

અમદાવાદ, 01 જાન્યુઆરી 2024, ફ્રાંસના કબૂતર બાજી કેસમાં મોટા ખુલાસા થયાં છે. CID ક્રાઈમની તપાસમાં 15 એજન્ટોના નામ ખૂલતા ખળભળાટ મચી ગયો છે. હવે CID ક્રાઈમે પાસપોર્ટને આધારે વધુ તપાસ હાથ ધરી છે. CID ક્રાઈમે કુલ 66 વ્યક્તિઓના પાસપોર્ટ નંબર મેળવી તેના ઉપરથી પાસપોર્ટ ધારકના નામ સરનામા મેળવી લીધા છે.ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલ ભરાવવા રોકાયેલી દુબઈની ખાનગી કંપનીની ફ્લાઈટમાં ગેરકાયદેસર અમેરીકા જતા 60 જેટલા ભારતીય નાગરીકો સહિત 303 પ્રવાસીઓમાં 96 પેસેન્જર ગુજરાતના હોવાની માહિતી પ્રકાશમં આવી હતી.ફ્રાન્સથી ડીપોર્ટ થયેલ ગુજરાતના નાગરીકો અંગેની માહિતી THE FARO BUREAU OF IMMIGRATION, MUMBAI, MAHARASHTRA ખાતેથી ઈ-મેઈલ દ્વારા આવેલ અને જે માહિતીમાં કુલ 66 પેસેન્જર ગુજરાતના નાગરીક હોવાનું જણાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક હજાર થી ત્રણ હજાર ડોલર પણ એજન્ટોએ આપ્યા
CID ક્રાઈમે પાસપોર્ટમાં નામ સરનામાં આધારે તપાસ કરતા મોટા ભાગના વ્યક્તિઓ મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદના હોવાનું જણાતા તેઓના ઘરે જઈને પૂછપરછ કરતા મોટા ભાગના વ્યક્તિઓ કે જેઓ ધોરણ 8થી 12 સુધી ભણેલા છે અને તેઓને અમેરીકા ખાતે ગેરકાયદેસર રીતે જવા આશરે 60 થી 80 લાખમાં લોકલ એજન્ટ મારફતે અમદાવાદથી દુબઈ તથા દુબઈથી નિકારા ગોવા જઈ ત્યાંથી આગળ એજન્ટના માણસો અમેરીકાની બોર્ડર ક્રોસ કરાવશે તેવી હકીકત ફલિત થઈ હતી અને અમેરીકા પહોંચ્યા બાદ પૈસા આપવાનું નક્કી કરાયું હતું. CID ક્રાઈમને અમદાવાદથી દુબઈ તથા નિકારા ગોવા સુધીની ફ્લાઈટની ટીકટોના નાણા પણ એજન્ટોએ આપેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અમેરીકા ગેરકાયદેસર જતા વ્યક્તિઓને એક હજાર થી ત્રણ હજાર ડોલર પણ એજન્ટોએ આપેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન સામે આવી છે.

15 જેટલા એજન્ટોના નામ/મોબાઈલ નંબર મળી આવ્યાં
આ કેસની તપાસમાં ઈમીગ્રેશન FRRO અમદાવાદ પાસેથી તમામ 55 પેસેન્જર્સે અમદાવાદ/મુંબઈ/દિલ્લીથી દુબઈ ખાતે 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં ગયેલ હોય આ તમામ વ્યક્તિઓની ટીકીટ કોણે બુક કરાવી અને કઈ કઈ ફ્લાઈટમાં ગયેલ છે તે અંગેની માહિતી માંગવામાં આવી છે. ગુજરાતના કુલ 66 પેસેન્જારોના દુબઈના વિઝા કઈ રીતે મેળવવામાં આવ્યા અને કયા એજન્ટો મારફતે વિઝા ફી કયા કયા બેંક ખાતાઓમાંથી આપવામાં આવેલ છે. તેમજ દુબઈથી માના ગોવા LEGEND AIRWAYS થી 21 ડિસેમ્બરના રોજ FUJARATIH એરપોર્ટથી તમામ કુલ 66 પેસેન્જરો ગયા હોવાથી દુબઈથી માના ગોવાના વીઝા પેસેન્જરોના પાસપોર્ટમાં સીક્કા ન હોય જેથી દુબઈથી માના ગોવા વિઝા કઈ રીતે મેળવવામાં આવ્યા તે અંગેની માહિતી તેમજ તમામ 66 પેસેન્જરોની દુબઈથી માના ગૌવાની એરટીક્રીટ કઈ રીતે ખરીદવામાં આવી છે આ ટીકીટના રૂપિયા કઈ રીતે ચૂકવવામાં આવ્યા અને Legend Alrwaysની ફ્લાઈટ કોણે બૂક કરાવી તેની સંપૂર્ણ વિગતની માહિતી દુબઈ ખાતેથી મેળવવા CID કચેરી ખાતેથી CBIને પત્ર પાઠવવામાં આવેલ છે.કુલ 66 વ્યક્તિખોમાંથી 55 વ્યક્તિઓને બોલાવી તેમજ તેમના ઘરે જઈ પૂછપરછ કરી નિવેદન લેતાં આ તમામને અમેરીકા ગેરકાયદેસર રીતે પહોંચાડવા માટે આશરે 15 જેટલા એજન્ટોના નામ/મોબાઈલ નંબર મળી આવ્યાં છે.

આ પણ વાંચોઃસુરત પોલીસે હત્યારાને દબોચવા ડોનના ગઢ વાસેપુરમાં સાત દિવસ રિક્ષા ચલાવી

Back to top button