કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

રાજકોટ DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, ગેલેરીમાં નાખેલા પોટલામાંથી મળ્યા 50 લાખ !

Text To Speech

સીબીઆઈની ટીમે શનિવારે જવરીમલને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. જે બાદ તેમની ઓફિસ અને રહેઠાણ પર સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે જાવરીમલે ચોથા માળેથી તેમની ચેમ્બરની બારીમાંથી કૂદકો માર્યો હતો. નીચે પટકાતા ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જવરીમલ બિશ્નોઈના લાંચ અને આપઘાત મામલે હવે નવો ખુલાસો થયો છે. ગઈકાલે ફ્લેટમાંથી રૂપિયા ભરેલી બેગો ફેંકતા સીસીટીવી સામે આવ્યા બાદ આજે વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં પડોશીના ફ્લેટની ગેલેરીમાં રૂપિયાનું પોટલું ફેકવામાં આવ્યું હતું. જે બાદ જેમની ગેલેરીમાં રૂપિયાનું પોટલું નાખ્યું હતું તે પડોશીને આશંકા ગઈ હતી અને તેમણે CBIને જાણ કરી હતી. CBIએ 50 લાખ રૂપિયાનું પોટલું રિકવર કર્યું છે.

આ પણ વાંચો : રાજકોટ DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો વળાંક, મૃતકની પત્નીનો રૂપિયા ભરેલો થેલો ફેંકતો વીડિયો વાયરલ
DGFT - HumdekhengenewsCBI કસ્ટડીમાં ક્લાસ વન ઓફિસર જવરીમલ બિશ્નોઈના મોતના મામલાને ધ્યાનમાં રાખીને CBIના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે. બીજી તરફ રાજકોટની પ્રદ્યુમન નગર પોલીસે પણ આ મામલે જાવરીમલને રંગે હાથે ઝડપનાર ટીમના સભ્યોની પણ પૂછપરછ કરી છે અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. કસ્ટોડિયલ ડેથના કેસને કારણે પોલીસ પણ દોડધામ કરી રહી છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે જવરીમલને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ ટીમે તેમના ઘરની પણ તલાશી લીધી હતી. આ દરમિયાન તેમના સંબંધીઓ પાસેથી 50 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાં પણ મળી આવ્યા છે. તેમના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ લાંચ કેસની તપાસમાં કુલ મળીને અત્યાર સુધી કુલ 1 કરોડ રોકડ અને 900 ગ્રામ ચાંદી પણ રિકવર કરવામાં આવી છે.

Back to top button