ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

બિલ્કીસ બાનો કેસને લઈને મોટો ઘટસ્ફોટ, બળાત્કારીઓ છૂટ્યા પહેલા 1000 દિવસથી વધુ જેલની બહાર હતા

Text To Speech

બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં મુક્ત થયેલા તમામ 11 દોષિતો સજા દરમિયાન 1000 દિવસથી વધુ પેરોલ પર બહાર હતા. આજીવન કેદની સજા પામેલા તમામ 11 બળાત્કારીઓને આ વર્ષે 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે કહ્યું કે ‘સારા વર્તન’ને કારણે તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.

bilkis bano case
bilkis bano case

એનડીટીવીના અહેવાલ મુજબ, કોર્ટના દસ્તાવેજ દર્શાવે છે કે તમામ દોષિતો 14 વર્ષની સજા દરમિયાન એક હજારથી વધુ દિવસો સુધી બહાર રહ્યા હતા. આમાંથી એક દોષિતે 1576 દિવસ જેલની બહાર વિતાવ્યા હતા. દોષિત રમેશભાઈ રૂપાભાઈ ચંદનાને આ 14 વર્ષ દરમિયાન 1198 દિવસની પેરોલ અને 378 દિવસની ફર્લો (કેદીની રજા, જે સજામાં ગણાશે) મળી છે. વધુ બે દોષિતો રાજુભાઈ બાબુલાલ સોની અને પ્રદીપ રમણલાલ મોઢિયા 1200 દિવસથી વધુ સમય માટે બહાર રહ્યા.

bilkis bano case
bilkis bano case

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે આ ગુનેગારોને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ છોડી મૂકવામાં આવ્યા છે. જ્યારે સીબીઆઈ અને વિશેષ અદાલતે તેમની મુક્તિનો વિરોધ કર્યો હતો. દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુનેગારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી માંગ્યાના બે અઠવાડિયાની અંદર 11 જુલાઈએ આ મંજૂરી આપી હતી.

bilkis bano case
bilkis bano case

29 નવેમ્બરે સુનાવણી

અહીં ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં ગુજરાત સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. 18મી ઑક્ટોબરે, સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ 29 નવેમ્બર નક્કી કરી. અરજદારોને સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે સમય આપ્યો. ગુજરાત સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે દોષિતોના “સારા વર્તન”ને ધ્યાનમાં રાખીને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

bilkis bano case
bilkis bano case

2002ના ગુજરાત રમખાણો દરમિયાન આ ગુનેગારોએ દાહોદમાં બિલ્કીસ બાનો પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટના 3 માર્ચ 2002ની છે. ત્યારે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી અને તેના હાથમાં 3 વર્ષની પુત્રી પણ હતી. તેમની 3 વર્ષની પુત્રીને ગુનેગારોએ માર માર્યો હતો. જાન્યુઆરી 2008માં મુંબઈની સીબીઆઈ કોર્ટે તમામ 11 આરોપીઓને ગેંગરેપ માટે આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.

ક્યો આરોપી કેટલા દિવસ જેલ બહાર રહ્ય ?

  • રમેશ ચૌહાણને 1,198 દિવસની પેરોલ, 378 ફર્લો
  • રાજી સોનીને 1,186 દિવસની પેરોલ, 182 ફર્લો મળે
  • પ્રદીપ મોડિયાને 1,011 દિવસની પેરોલ, 223 ફર્લો
  • ગોવિંદ વાળંદને 986 દિવસની પેરોલ, 216 ફર્લો
  • શૈલેષ ભટ્ટને 934 દિવસની પેરોલ, 163 ફર્લો
  • જસવંત ચતુર વાળંદને સજા દરમિયાન 929 દિવસની પેરોલ, 219 દિવસની ફર્લો
  • બિપિનચંદ્ર જોશીને 909 દિવસની પેરોલ, 170 ફર્લો
  • વકા વાડાણીયાને 807 દિવસની પેરોલ, 191 ફર્લો

આ પણ વાંચો : તમિલનાડુઃ જયલલિતાના મૃત્યુનો તપાસ રિપોર્ટ કરાયો જાહેર, શશિકલા સહિત આ ચાર પાત્રો શંકાના દાયરામાં

Back to top button