ટ્રેન્ડિંગમનોરંજન

ખાન ત્રિપુટીને લઈને મોટો ખુલાસો- સલમાન અને શાહરૂખ પૈસા આપીને કરતા….

Text To Speech

બોલિવુડની ખાન ત્રિપુટી કોઇને કોઇ કારણ સાથે હંમેશા ચર્ચામાં રહે જ છે અને આ વખતે ચર્ચાનાં કેન્દ્રમાં છે સલમાન અને શાહરૂખ. જી હા સલમાન ખાન(Salman Khan) અને શાહરૂખ ખાન(Shah Rukh Khan) બંને બોલિવૂડ(Bollywood)ના જાણીતા અભિનેતા છે અને બંનેનું ફિલ્મ ઈન્ડસ્ટ્રી(film industry)માં પોતાનું આગવું વર્ચસ્વ છે. જ્યાં એક તરફ સલમાન ખાન બોલિવૂડના દબંગ અને ભાઈ જાન જેવા નામોથી ઓળખાય છે તો બીજી તરફ શાહરૂખ ખાન પણ બાદશાહ અને શહેનશાહ જેવા નામોથી પ્રખ્યાત છે.

આ બંને કલાકારો 30 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. આ 30 વર્ષોમાં બંને કલાકારોએ પોતાની એક્ટિંગથી લોકોને એટલા દિવાના બનાવ્યા છે કે આજે બંનેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. અને આ હકીકતનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, બંને કલાકારોની ફિલ્મો તેમના નામથી જ સુપરહિટ થઈ જાય છે. આ બંને વિશે એવું કહેવામાં આવે છે કે, કોઈપણ પિક્ચરને હિટ બનાવવા માટે તેમનું નામ પૂરતું છે.

આ બંને અભિનેત્રીઓના ચાહકો તેમને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમની ફિલ્મો સુપરહિટ કરે છે, પરંતુ આ બંને કલાકારોના ઘરની બહાર ભના ફેંસ પણ જોવા મળે છે અને તેમની એક ઝલક મેળવવા માટે હંમેશા ઉત્સુક રહે છે. આવો જ નજારો આ વખતે 3 મેના રોજ એટલે કે ઈદના દિવસે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન અને સલમાન ખાન બંનેના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો જોવા મળ્યા હતા અને બંને કલાકારોએ આગળ આવીને તેમના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી અને તેમની એક ઝલક મેળવવાની ઈચ્છા પૂરી કરી હતી. આ દરમિયાન, આ બંને કલાકારો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંને કલાકારો પૈસા આપીને તેમના ઘરની બહાર ભીડ એકઠી કરે છે.

જણાવી દઈએ કે, આ દાવો કરનાર બીજું કોઈ નથી પરંતુ ફિલ્મ ક્રિટીક્સ અને એક્ટર કેઆરકે એટલે કે કમાલ રાશિદ ખાન છે. જે કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાયેલા રહે છે અથવા તો વિવાદો સાથે તેમનો ગાઢ સંબંધ છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેનો ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરીને KRKએ દાવો કર્યો છે કે આ ભીડને પૈસા આપીને બોલાવવામાં આવે છે.

આ સાથે KRK એ એમ પણ કહ્યું છે કે, બંને પોતાના ઘરની બહાર પૈસા આપીને આ ભીડ એકઠી કરે છે, પરંતુ પૈસા લગાવીને કોઈ તેમની ફિલ્મો જોવા નથી જતું. જોકે, બાદમાં કેઆરકેએ સલમાન ખાન વિશેની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. નોંધનીય છે કે, કેઆરકે દરરોજ સલમાન શાહરૂખ જેવા બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ સાથે આવી રીતે વાતો ફેલાવે છે.

Back to top button