9 માર્ચથી અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આરોપીનો ઉદ્દેશ્ય મેસેજ વાયરલ ખલેલ પહોંચાડીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) પ્રેમવીર સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, માત્ર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જ નહીં, આરોપીઓએ ગુજરાતના અનેક લોકોને તેમના મોબાઈલ ફોન પર રેકોર્ડ કરેલા મેસેજીસ પણ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાહુલ દ્વિવેદી (31) અને નરેન્દ્ર કુશવાહા (30)નો સમાવેશ થાય છે. બંને મધ્યપ્રદેશના સતના જિલ્લાના ઉચેરા તાલુકાના કુશાલી ગામના રહેવાસી છે. રાહુલ 12ફેલ છે, જ્યારે નરેન્દ્ર 8 ફેલ છે. રાહુલ ટેકનિકલી જાણકાર છે.
આ પણ વાંચો : રખડતા ઢોરનો પ્રશ્ન હવે ધોરણ 10ની પરીક્ષામાં પણ પૂછાયો !
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શીખ ફોર જસ્ટિસના નામે અગાઉથી રેકોર્ડ કરાયેલા ધમકીભર્યા સંદેશાઓ સોશિયલ મીડિયા અને ફોન એમ બંને દ્વારા સિમ બોક્સ ટેક્નોલોજીની મદદથી મોકલવામાં સતના અને રીવા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ભાડાના મકાનમાંથી શરુ કરેલ ટેલિકોમ એક્સચેન્જથી આ મેસેજીસ મોકલવામાં આવ્યા હતા. કેટલીક ટ્વિટ પણ કરવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસને 2019માં ભારત સરકાર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. 2020માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. આ બંનેનો આ સંસ્થા સાથે સંપર્ક અને સંસ્થાના નામે રેકોર્ડેડ મેસેજ મોકલવા પાછળ કોણે પૈસા આપ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજ્યમાં લાંબા સમય બાદ બદલી – બઢતીનો ઘાણવો નીકળ્યો, જાણો ક્યાં વિભાગમાં થયા ઓર્ડર
એક વર્ષથી ચાલતા હતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ વિશે સિંઘે જણાવ્યું હતું કે આરોપીઓ લગભગ એક વર્ષથી સતના અને રીવામાં ગેરકાયદેસર રીતે નકલી ટેલિફોન એક્સચેન્જ ચલાવી રહ્યા હતા. તેમની પાસેથી 11 સિમ બોક્સ મશીન જપ્ત કરવામાં આવ્યા છે. આ મશીનો તેમને મોસીન નામના વ્યક્તિએ એપ્રિલ 2020 થી માર્ચ 2023 દરમિયાન આપ્યા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં 1100થી વધુ સિમકાર્ડનો ઉપયોગ કર્યો છે.