RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને સોંપાઈ મોટી જવાબદારી, હવે તેઓ PM મોદી સાથે કામ કરશે


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી : RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી મળી છે. રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2028 માં તેમને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થયો હતો.
મંત્રીમંડળની નિમણૂક સમિતિએ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-2 તરીકે શ્રી શક્તિકાંત દાસ, IAS (નિવૃત્ત) (TN:80) ની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી અમલમાં આવશે. તેમની નિમણૂક વડા પ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યારે સમાપ્ત થશે.
લગ્નમાં રોકડ રકમનું ટેંશન સમાપ્ત: હવે આ રીતે નોટોના બંડલ ઓનલાઈન પણ છે ઉપલબ્ધ
યુનિફાઇડ પેન્શન યોજના 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહી છે, તેનો લાભ કોણ અને કેવી રીતે મેળવી શકે?
કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw