- ભાજપ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
- 2015ના આંદોલનના કેસમાં મળ્યા નિયમિત જામીન
- પાટીદાર આંદોલન દરમિયાન રમખાણો, હિંસા અને આગચંપીનો કેસ
ભાજપના નેતા હાર્દિક પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને 2015ના આંદોલન કેસમાં જામીન આપ્યા છે. 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા તોફાનો, હિંસા અને આગચંપીના કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત આપવામા આવી છે.
સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને આપી રાહત
ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા હાર્દિક પટેલને આજે જામીન આપ્યા છે.હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. મહત્વનું છે કે હાર્દિક પટેલ સામેના આ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ અપાયેલી વચગાળાની રાહતને ન્યાયમૂર્તી એએસ બોપન્ના અને હિમાં કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવી હતી.
2015માં પાટીદાર આંદોલન સમયે હિંસાનો કેસ
ઉલ્લેખનીય છે કે 2015માં ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈને પાટીદાર આંદોલન થયું હતું. આ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આંદોલન ચાલ્યું હતું. આ આંદોલન દરમિયાન ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી.આ મામલે હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે તેમને મળેલ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા હતા. આ મામલે ફેબ્રુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું, જે તે સમયે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા.
આ પણ વાંચો : ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો ઘટાડો