ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીપંચને SCમાંથી મોટી રાહત: VVPAT સ્લિપ અને EVM મશીનો અંગેની સમીક્ષા અરજી ફગાવી

Text To Speech

નવી દિલ્હી, 30 જુલાઇ: ચૂંટણીપંચને સુપ્રીમ કોર્ટમાંથી આજે ગુરુવારે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજી(Review Petition)ને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.

આ સમગ્ર મામલો શું છે?

હકીકતમાં, 26 એપ્રિલે સુપ્રીમ કોર્ટે VVPAT અને EVM મશીનની સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. રિવ્યુ પિટિશન અરુણ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે અગાઉ પણ આ મુદ્દે PIL દાખલ કરી હતી.

અરજીકર્તા અરુણ કુમાર અગ્રવાલે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે, 26 એપ્રિલના નિર્ણયમાં ભૂલો હતી. જે પછી રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, મતગણતરી હોલના હાલના સીસીટીવીની દેખરેખ એ સુનિશ્ચિત કરશે કે VVPAT સ્લિપની ગણતરીમાં કોઈ ગરબડી થાય નહીં.

આ પણ જૂઓ: ચૂંટણીમાં નિકોલસ માદુરોની જીત સાથે જ વેનેઝુએલા સળગ્યું, ગુસ્સે ભરાયેલી ભીડનો રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાની તૈયારી

Back to top button