ચૂંટણી પહેલા મોંઘવારીથી મોટી રાહત,દિલ્હી-NCRમાં CNGના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી, 06 માર્ચ 2024: દિલ્હી-NCRના લોકો માટે રાહતના સમાચાર છે. CNGના ભાવમાં ઘટાડો થયો છે. CNGમાં 2.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આવતીકાલ સવારે 6 વાગ્યાથી નવા દરો લાગુ થશે. રાજધાનીની સાથે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, રેવાડી, કૈથલ અને કરનાલમાં પણ CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. CNGનો નવો દર દિલ્હીમાં 74.09 રૂપિયા પ્રતિ કિલો, નોઈડા-ગાઝિયાબાદમાં 78.70 રૂપિયા અને ગુરુગ્રામમાં 82.12 રૂપિયા પ્રતિ કિલો હશે. રેવાડીમાં CNGની નવી કિંમત 78.70 રૂપિયા અને કરનાલમાં 80.43 રૂપિયા હશે.
શહેર જૂની કિંમત (દીઠ કિલો) નવી કિંમત (દીઠ કિલો)
દિલ્હી 76.59 74.09
નોઇડા 81.20 78.70
ગ્રેટર નોઈડા 81.20 78.70
ગાઝિયાબાદ 81.20 78.70
ગુરુગ્રામ 82.62 80.12
રેવાડી 81.20 78.70
કરનાલ 81.93 80.43
કૈથલ 81.93 80.43
આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં પણ CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મહાનગર ગેસ લિમિટેડે મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2.5નો ઘટાડો કરીને રૂ. 73.50 કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા સીએનજીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને રાહત મળે તેવી શક્યતા છે.