હાર્દિક પટેલને મોટી રાહત, 2017ના કેસમાં જામનગર કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2017ના કેસમાં જામનગર કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચૂકાદાથી હાર્દીકને મોટી રાહત મળી છે.
હાર્દિક પટેલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર કોર્ટમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. હાર્દિક પટેલના વકીલની તમામ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આજે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે.
શું હતો મામલો?
વર્ષ 2017માં પાટીદાર આંદોલન દજરમિયાન જામનગરમાં PAASના પૂર્વ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. આ સભા માટે શૈક્ષણિક મંજૂરી લઈને રાજકીય ભાષણ થતા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સિદ્ધાર્થએ કિયારાને પહેરાવ્યું કરોડોનું મંગલસૂત્ર, કિંમત જાણીને ચોંકી જશો