કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર

Text To Speech
  • સમગ્ર મામલે મૃતકોના પરિજનો તરફથી વધુ એક સોગંદનામુ
  • ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે માંગ્યો ખુલાસો
  • સોગંદનામામાં ઉચ્ચ કક્ષાના લોકોના નામ જાહેર કરવા કરાઈ રજૂઆત

મોરબી કેબલબ્રીજ દુર્ઘટના મામલે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં મૃતકોના પરિવાર દ્વારા વધુ એક એફિડેવિટ સામે આવી છે. તે સાથે જ બ્રિજનું સમારકામ કરવા માટે ઉચ્ચકક્ષાના લોકોએ ઓરેવા કંપનીને રજૂઆત કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મોરબી ઝૂલતો પુલ તૂટવાની એ ગોઝારી ઘટનાને આજે ચારેક મહિના થશે. પરંતુ આ દુર્ધટના માટે જવાબદાર લોકો સામે હજુ સુધી કોઈ કઠોર પગલા લેવાયા નથી. આજે સતત ત્રીજા દિવસે પણ હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવી રહી છે. પરંતુ પીડિતોને ન્યાય ક્યારે મળશે ? મોરબીની આ દુર્ઘટનામાં 141 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ: નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભરાઇ ગઇ

ઉચ્ચકક્ષાના લોકોએ ઓરેવાના લોકોને કરી હતી રજૂઆત

બ્રિજ મેન્ટેન અને ઓપરેટ કરવા માટે ઉચ્ચકક્ષાના લોકએ ઓરેવાના લોકોને રજુઆત કરી હતી. જેમાં ઓરેવાના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. તેમજ ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે ખુલાસો માંગ્યો છે. તેમજ એફિટેવિટમાં ઉચ્ચ કક્ષાના લોકોના નામ જાહેર કરવા રજૂઆત કરાઈ છે. તે સાથે આ કામ માટે જયસુખ પટેલ અથવા ઓરેવાને કોણે કીધું હતુ કે તેના નામ જાહેર કરવામાં આવે તેમ અરજદારે જણાવ્યુ છે.

45 ટકા સરકાર અને 55 ટકા જવાબદાર વળતર ચૂકવવાનું

ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનવણી થશે. જેમાં મોરબી બ્રીજ હોનારત મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થશે. તેમાં ઓરેવા કંપની તરફથી વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવશે. વળતર મુદ્દે હાઇકોર્ટ આજે મહત્વનો નિર્દેશ કરી શકે છે, જેમાં ઓરેવા ગ્રુપે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. તથા પીડિતોના પરિવારજનોએ વળતર મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેથી વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટના અવલોકનને ધ્યાને લેવાશે. તેમજ 45 ટકા સરકાર અને 55 ટકા જવાબદાર વળતર ચૂકવવાનું રહે છે.

Back to top button