બનાસકાંઠાના નાગરિકો માટે મુસદારૂપ જંત્રી-૨૦૨૪ બાબતે મોટા સમાચાર


- નાગરિકો આગામી બે દિવસમાં વાંધા સુચનો રજૂ કરી શકશે
- વેબસાઈટ તથા પ્રાંત, મામલતદાર, સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વાંધાઓ રજૂ કરી શકશે
પાલનપુર, 18 જાન્યુઆરી : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નવા જંત્રી અંતર્ગત મુસદારૂપ જંત્રી-૨૦૨૪ વાંધા સુચન માટે બનાસકાંઠાના નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નાગરિકો પાસેથી વહીવટી તંત્રએ અરજીઓ મંગાવી છે.
જે અંતર્ગત મુસદારૂપ જંત્રી ઓનલાઇન https://garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર તેમજ નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરી, પાલનપુર તથા સબંધિત પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જોઇ શકાશે.
તેમજ પ્રસિધ્ધ થયેલ મુસદારૂપ જંત્રી-૨૦૨૪ બાબતે ઓનલાઇન https://garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર તથા ઓફલાઇન ઉકત કચેરીઓમાં વાંધા નિયત નમુનામા તા.૨૦/૦૧/૨૦૨૫ સુધીમાં રજુ કરી શકાશે તેમ અંકિતા ઓઝા, નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, મુલ્યાંકન તંત્ર બનાસકાંઠા, પાલનપુર એ એક યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો :- ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે 32 નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી