ભારતીય સેનાનું એટેક હેલિકોપ્ટર ‘રુદ્ર’ 21 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશમાં ચીનને અડીને આવેલા LAC પર ક્રેશ થયું હતું. પાયલોટે દુર્ઘટના પહેલા એટીસીને હેલિકોપ્ટરમાં ખરાબી અંગે જાણ કરી હતી. સેનાના જણાવ્યા અનુસાર અકસ્માતની તપાસ માટે રચવામાં આવેલી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનું મુખ્ય ફોકસ આ ટેકનિકલ ખામી પર રહેશે. દુર્ઘટના દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે હવામાન એકદમ સાફ હતું. પાયલોટને આ હેલિકોપ્ટરને 600 કલાક સુધી ઉડાવવાનો અનુભવ હતો. પાયલોટની કુલ સર્વિસ 1800 કલાક હતી. ક્રેશ થયેલા હેલિકોપ્ટ, ALH-WSI ‘રુદ્ર’ને વર્ષ 2015માં આર્મીના એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આર્મી એવિએશન કોર્પ્સનું ALH-WSI હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મિગિંગમાં સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું હતું. મિગિંગ એ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં ખૂબ જ દૂરસ્થ વિસ્તાર છે, જે તુટિંગની દક્ષિણે સ્થિત છે. આ હેલિકોપ્ટર આસામના લેકાબલી મિલિટરી સ્ટેશનથી નિયમિત ઉડાન ભરી હતી.
‘રુદ્ર’ એટેક રોલ ધરાવતું હેલિકોપ્ટર હતું
નોંધનીય છે કે સ્વદેશી ALH હેલિકોપ્ટરમાં હથિયાર સ્થાપિત કર્યા બાદ તેને ALH-WSI એટલે કે વેપન સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ નામ આપવામાં આવ્યું છે. સેનાએ તેને ‘રુદ્ર’ નામ પણ આપ્યું છે અને તે એક કોમ્બેટ એટલે કે એટેક રોલ હેલિકોપ્ટર છે, જેમાં બે પાયલટ સવાર છે. જો કે સેનાએ સત્તાવાર રીતે એ નથી જણાવ્યું કે બંને પાઇલટ સિવાય હેલિકોપ્ટરમાં 3 લોકો હાજર હતા.
સૈનિકની શોધ ચાલુ છે
મામલામાં જણાવવામાં આવ્યું છે કે, પાયલોટે ટેક્નિકલ ખામીની જાણકારી આપવા માટે દુર્ઘટના પહેલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ફોન કર્યો હતો. ભારતીય સેનાએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સેનાનું કહેવું છે કે તે પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે. હાલ હેલિકોપ્ટરમાં સવાર સૈનિકની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો : ઈમરાન ખાન પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ, ઈમરાનની રાજકીય કારકિર્દી ખતમ?