ગુજરાતટોપ ન્યૂઝ

પેપર લીક કેસમાં મોટા સમાચાર, માસ્ટર માઇન્ડ અમદાવદનો કેતન બારોટ

Text To Speech

પેપર લીક કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ATSએ ફરિયાદ દાખલ કરી છે. તેમજ અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા 15માંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. તથા પકડાયેલ આરોપીઓ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે તેથી મોટો ખુલાસા થવાની શક્તાઓ નકારી શકાય નહી.

આ પણ વાંચો: પેપર લીક કાંડ: 9 લાખ ઉમેદવારોના ભાવી સાથે ચેડાં કરનાર દંપતીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

મુખ્ય 2 આરોપી પકડમાં આવી જાય તેવી આશા

મુખ્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેમાં મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈને આવ્યો હતો. તેમજ કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. જેમાં 5 આરોપી ગુજરાતના છે. તેમાં પકડાયેલ આરોપીઓ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે. તથા મુખ્ય 2 આરોપી પકડમાં આવી જાય તેવી આશા એટીએસને છે.

આ પણ વાંચો: પેપર લીક કાંડ: આજની સત્ય ઘટના, સામાન્ય પ્રજાનું દર્દ અને એમનો અવાજ

હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું

એટીએસએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. તથા મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈને આવ્યો હતો. તેમજ વડોદરા સેન્ટર પર જવાબ બતાવવાના હતા. જેમાં પ્રદીપ નાયક પણ આ કેસમાં મુખ્ય આરોપી છે. તથા કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. તેમજ ગઈરાત્રે તમામ માહિતી એટીએસને મળી હતી. જેમાં બે આરોપી કેતન અને ભાસ્કર અગાઉ સીબીઆઈમાં 2019માં પકડાયા હતા. તથા ચાર દિવસથી ગુજરાત એટીએસ ઇનપુટ એકત્રિત કરી રહી હતી.

આ પણ વાંચો: જોરદાર: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોના પડખે અમદાવાદ શહેર પોલીસ

પંચાયત સેવા પસંદગી બોર્ડને પેપર રાત્રે મળ્યું

ગુજરાતના અલગ અલગ શહેરોમાં એટીએસની ટીમો કાર્યરત હતી. જેમાં વડોદરામાં કેસની સફળતા મળતા વધુ તપાસ ત્યાં હાથ ધરી સરકારને જાણ કરાઈ છે. ATSએ 15થી વધુ શખ્સોની અટકાયત કરી છે. પેપર લીક કેસમાં અનેક લોકોની સંડોવણી સામે આવી છે. તેમાં ATS પાસે છેલ્લા 4 દિવસથી પેપર લીક અંગે માહિતી હતી. જેમાં રાત્રે જ પેપરની કોપી લીક થઇ હતી. તથા પંચાયત સેવા પસંદગી બોર્ડને પેપર રાત્રે મળ્યું હતું. તેમાં લીક થયેલ પેપર સામે આવતા પરીક્ષા રદ્દ કરાઇ હતી.

Back to top button