ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ઉત્તર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, વિપુલ ચૌધરી AAP માં જોડાશે

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના રાજકારણનો મોટો ચહેરો અને ચૌધરી સમાજમાં સારૂ નામ ધરાવતા વિપુલ ચૌધરી આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે છે. હાલ આ માહિતી આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી મળી છે. જો કે તેને હજુ સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી.

કોણ છે વિપુલ ચૌધરી ?

આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાનાર વિપુલ ચૌધરી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી છે. તેઓ શંકરસિંહ વાઘેલાની છાવણીના નેતા રહ્યા છે. એલ.ડી. એન્જિનિયરિંગમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય ભાગ ભજવવાના કારણે તેઓ તે સમયના ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાની નજરમાં આવી ગયા હતા. તેઓ 1995માં વિધાનસભાની ચૂંટણી માણસા વિધાનસભા બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા અને ગ્રામીણવિકાસ મંત્રી બન્યા હતા. જોકે 1996માં શંકરસિંહ વાઘેલાના ભાજપ સામેના બળવા બાદ વિપુલ ચૌધરીની રાજકીય કારકિર્દીમાં મોટા ફેરફારો આવી ગયા હતા. વિપુલ ચૌધરી છેલ્લે ભાજપના ઉમેદવાર તરીકે ભિલોડા વિધાનસભા બેઠક પરથી 2007ની ચૂંટણી લડ્યા હતા અને કૉંગ્રેસના અનિલ જોશીયારા સામે હારી ગયા હતા. ત્યારબાદ તેમને વિધાનસભાની ચૂંટણી લડવાની તક તો ન મળી, પરંતુ તેઓ દૂધસાગર ડેરીના સંચાલક રહ્યા હતા.

રૂ.800 કરોડના કૌભાંડનો આરોપ

રાજ્યના ગૃહમંત્રી તરીકે અગાઉ પદભાર સાંભળી ચુકેલા વિપુલ ચૌધરી ઉપર થોડા સમય પહેલા રૂ.800 કરોડના કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો હતો. જે સંદર્ભે તેમની અટકાયત અને ધરપકડ પણ કરવામાં આવી હતી. દરમ્યાન તેઓએ ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેનાનું નિર્માણ કર્યું હતું અને ભાજપ સામે ખુલીને મોરચો માંડ્યો હતો.

અર્બુદા સેનાનું વિપુલ ચૌધરી અને આપને સમર્થન

જાણવા મળ્યા મુજબ આમ આદમી પાર્ટીમાં જોડાનાર વિપુલ ચૌધરીને અર્બુદા સેનાનું સમર્થન પણ પ્રાપ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં તેઓ આપમાં જોડાઈ જાય પછી જ્યારે ચૂંટણી લડવા માટે જે સીટ પસંદ કરે તે સીટ ઉપર તેમને પૂરતું સમર્થન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Back to top button