મોટા સમાચાર / ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ કમલ દયાનીને સોંપાયો
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેનનો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીને સોપવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી બોર્ડમાં ચેરમેન તરીકેસુંદર કામ કરનાર અધિક મુખ્ય સચિવ એકે રાકેશ કૃષિ વિભાગમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે અચાનક મોટા ફેરફારો કર્યા છે, તેમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની તમામ જવાબદારી 1990 બેચના IAS અધિકારી કમલ દાયાણીને સોંપી દેવામાં આવી છે. આથી હવે ભરતીની તમામ કાર્યવાહી ઉપર કમલ દયાની નજર રાખશે.
ઉલ્લેખનિય છે કે, સચિવ એ.કે રાકેશને પણ રાતો-રાત ગૌણ સેવા પસંદગી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. કેમ કે, તેમ સમયે ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમને આસિત વોરાએ રાજીનામું આપવું પડ્યું હતુ. પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા હતા. આસિતવોરાએ રાજીનાનું આપ્યાના તુરંત બીજા દિવસે જ એકે રાકેશે ચાર્જ સંભાળી લીધો હતો.
આપને જણાવી દઈએ કે આસીત વોરની સામે પેપર લીક કાંડને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા. જેના કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ વિવાદોમાં હતા.જોકે તેમણએ રાજીનામું આપ્યાના બીજા દિવસે સરકારે હોબાળાને શાંતિ કરવા માટે એ.કે.રાકેશને ગૌણ સેવા પસંદ મંડળના ઈન્ચાર્જ ચેરમેન બનાવામાં આવ્યા હતા.
જોકે, ત્યારે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, એ.કે રાકેશને ગૌણ સેવા પસંદગીની જવાબદારીમાંથી ઝડપી મુક્ત કરી દેવામાં આવશે. હવે એ.કે રાકેશને કૃષિ વિભાગને લગતી નવી જવાબદારી આપીને ગૌણ સેવા પસંદગીની જવાબદારી કમલ દયાણીને સોંપવામાં આવી છે. હવે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય કમલ દયાણીના હાથમાં આવી ગયું છે. ભૂતકાળમાં પેપર લિકના કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર પેપર લિકની સમસ્યાને રોકવા માટે કોઈ સારા અધિકારીની શોધમાં હતી. શું સરકારે તે શોધ પૂરી કરી લીધી છે? આ પ્રશ્નનો જવાબ તો આગામી સમય જ આપશે, જ્યારે વિદ્યાર્થીઓ પેપર લિકની કોઇ જ સમસ્યા વગર સારી રીતે પરીક્ષા આપી શકશે.
અત્યાર સુધી કેટલા કાવા-દાવા થયા
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થતા જ ગૃહ વિભાગમાં પારદર્શિતા અને ઝડપી ન્યાયની છાપ એકદમ ઉપસી આવી. એટલામાં જ હેડ કલાર્ક પરીક્ષાના પેપર ફૂટ કાંડમાં છેક પ્રિન્ટર્સ સુધી રેલો પહોચ્યો. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડલના ચેરમેન અસિત વોરાનું તત્કાલ રાજીનામું ના લેવાયું. સવાલો ત્યારથી ઉઠવા માંડ્યા કે ‘આટ-આટલું થયા પછી પણ વોરાનો એવો તો ક્યો સૂર્ય તપી રહ્યો છે કે સરકાર રાજીનામું નાં લઇ શકી ? કે હટાવી નાં શકી ? અંતે વધારે હો-હાના કારણે સરકારે વોરાની જગ્યાએ રાકેશને બેસાડી દીધા અને ચેપ્ટરને ખત્મ કર્યો.
આ પણ વાંચો-તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો! અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી