એજ્યુકેશનગુજરાત

JEE મેઇન્સ પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, 12 સાયન્સના વિદ્યાર્થીઓ મેઇન્સ બાદ પ્રિલિમ કસોટી આપી શકશે

Text To Speech

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની મૂશ્કેલીનો રસ્તો કાઢી લીધો છે. અને હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓને હાશકારો થયો છે.

શિક્ષણ -HUMDEKHENGENEWS

વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી હતી

JEE મેઇન્સ-ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ એકસાથે હોવાથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો હતો. વિદ્યાર્થીઓની માગ હતી કે JEE મેઇન્સ અથવા બોર્ડની પ્રીલિમ પરીક્ષાની તારીખ બદલવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપી શકે.

વિદ્યાર્થીઓને ફરી તક અપાશે

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક આપવામા આવશે તેવું જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી લેવાશે. JEE મેઇન્સ પરીક્ષાનાં કારણે શાળામાં આયોજિત પ્રિલિમ કસોટી નાં આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ જે તે વિષયની પરીક્ષા ફરી લેવાશે.

6થી 8 ફેબ્રુઆરી દરમિયાન ફરી લેવાશે પરીક્ષા

મહત્વનું છે કે JEE મેઇન્સની કસોટી 24 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 12 સાયન્સની પ્રિલિમ કસોટી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. ત્યારે JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પરીક્ષા 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આપી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાની તરીખમાં કરાયો ફેરફાર, હવે આ તારીખે લેવાશે

Back to top button