ટ્રેનમાં મુંબઈ જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, તમારો પ્રવાસ થઈ શકે છે રદ્દ
અમદાવાદ, 21 જાન્યુઆરી : ટ્રેનમાં મુંબઈ તરફ જતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં મુંબઈ નજીક માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ ઉપર રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેને લઈને રેલવે વ્યવહાર પ્રભાવિત થશે. પુલના એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થવાની છે.
પુલ ઉપરની આ કામગીરીને ધ્યાનમાં રાખીને આગામી તા. ૨૪ જાન્યુઆરીથી તા.૨૬ જાન્યુઆરી સુધીની મધ્યરાત્રી સુધી મુખ્ય બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં મુંબઈ-હાપા ટ્રેન રદ્દ કરાઈ જ્યારે અમદાવાદ-દાદર અને પોરબંદર-દાદર શોર્ટ ટર્મિનેટ કરાઈ છે.
રદ્દ થનારી ટ્રેનો
તા.૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ- હાપા દુરંતો એક્સપ્રેસ અને ૨૬ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો
તા.૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૨૯૦૨ અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે તા.૨૪ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો
તા.૨૬ જાન્યુઆરી ની ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે તથા ૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
રીશિડયૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
તા.૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એકસપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ૦૬:૧૫ વાગ્યે ઉપડશે.
તા.૨૬ જાન્યુઆરીની ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એકસપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૦૮:૧૫ વાગ્યે ઉપડશે.
તા.૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૦૬:૪૦ વાગ્યે ઉ૫ડશે.
તા.૨૬ જાન્યુઆરીની ટ્રેન નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડયૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૦૮:૧૫ વાગ્યે ઉપડશે.
તા.૨૫ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૪૫-૫૦ મિનિટ રેગ્યુલેટ થશે.
આ પણ વાંચો :- તુર્કીમાં આવેલી હોટેલમાં ભીષણ આગ લાગી, 66 લોકોના મૃત્યુ