ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો વધારો
ગાંધીનગર, 4 ડિસેમ્બર : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે તેમાં 3% નો વધારો જાહેર કર્યો છે. જેના પગલે અત્યારે મળતાં 50% મોંઘવારીના બદલે હવે 53% મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થશે.
કેવી રીતે મળશે વધારો ?
સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024 થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે.