ગુજરાતટ્રેન્ડિંગ

ખેડૂતો માટે મોટા સમાચાર: નહીં લાગે હવે યુરિયા નથી ના બોર્ડ, કેન્દ્રએ કરી મોટી સહાય

Text To Speech
  • કેન્દ્ર સરકારનો ખેડૂત લક્ષી નિર્ણય.
  • રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની મોટી ભેટ.
  • 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો વધારાનો જથ્થો આપશે કેન્દ્ર સરકાર.

રાજ્યમાં ખેડૂતોની દર વર્ષે એક સમસ્યા રહેતી હતી કે, ખેતી કરવામાં જેટલી જરુર યુરીયા ખાતરની પડતી હોય છે તેટલો યુરીયા ક્યારે પુરતા પ્રમાણમાં મળતો નહી. જે આજે કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી સહાય જાહેર કરી છે. કેન્દ્ર સરકાર હવે ગુજરાતને વધારાનો 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આપશે.

ગત વર્ષની કરતાં આ વર્ષે વાવેતરનો આંકડો ગુજરાતનો વધ્યો છે. સારા વરસાદને કારણે વાવેતર ચાલુ વર્ષે 61 ટકા થયું છે. એવામાં રાજ્યમાં યુરિયા ખાતરની દરવર્ષે અછત સર્જાતી હતી ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષ કરતાં આ વખતે કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો યુરીયા ખાતરનો જથ્થો આપશે. જેમાં 15 હજાર મેટ્રિક ટન જેટલો વધારાનો યુરિયા ખાતરનો જથ્થો હવે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આપશે. જ્યારે અત્યારે ગુજરાત સરકાર જોડે હાલ 2.55 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યને પહેલાં 8.61 લાખ મેટ્રિક ટન ફળવાયો હતો, જેમાંથી 6.22 લાખ મેટ્રિક ટનનો ઉપયોગ થયો છે.

યુરિયા ખાતરની સંગ્રહ ખોરી અટકાવશે તંત્ર:

અનેક વાર યુરિયા ખાતરની ઘટ ઉભી થતી હોય છે, ત્યારે ઘણી વાર આ ઘટ ઉભી થવાની પાછળ સંગ્રહ ખોરી થતી હોવાથી યુરિયા ખાતરની ઘટ ઉભી થતી હોય છે. ત્યારે હવે તંત્ર એ બાબતને લઈને સજાગ બન્યું છે, કોઈ પણ યુરિયા ખાતરનાં જથ્થાની જો સંગ્રહ ખોરી કરશે તો હવે તંત્ર તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે. જેથી જેની ખરેખર જરુરીયાત છે તેમને ટાઈમસર યુરિયા ખાતર મળી રહે.

આ પણ વાંચો: રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો, જાણો કેમ આટલી જલ્દી ફેલાઈ રહી છે આ બિમારી

Back to top button