પશુપાલકો માટે મોટા સમાચાર, રાજ્યભરમાં ૧૩મી માર્ચ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Animal-Welfare-Board.jpg)
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી : રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ’ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પખવાડીયાનો શુભારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, પ્રાણી કલ્યાણ પખવાડીયા- ૨૦૨૫ અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે તે માટે સ્વ સહાય જૂથો, બિન સરકારી જૂથો NGO, ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.
આ પખવાડીયાની ઉજવણી તમામ પશુ સારવાર સંસ્થાઓ, વેટરીનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું -૨૦૨૫ તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચો :- રાજ્યમાં ટેકાના ભાવે મગફળી સહિતના ખરીફ પાકોની ખરીદી પૂર્ણ, સરકારે સ્થાપ્યો રેકોર્ડ, જાણો શું