- પીએસપી કંપનીના બાકી લેણાંના દાવા સામે હાઈકોર્ટે હાલમાં સ્ટે ફરમાવી દીધો
- પીએમ મોદી 17મી ડિસેમ્બરે તેનું આધિકારિક ઉદ્ધાટન કરવાના છે
- ગુજરાત હાઇકોર્ટે આ મામલે 27 ડિસેમ્બર સુધીનો સ્ટે આપ્યો
સુરત ડાયમંડ બુર્સ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પીએમ મોદી 17 ડિસેમ્બરે ઉદ્ધાટન કરશે. ત્યારે સુરત ડાયમંડ બુર્સ અને પીએસપી કંપની વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. બાકી લેણાંના પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદથી સીધા અયોધ્યા 1 કલાક અને 50 મિનિટમાં જઇ શકાશે, ભાડું પણ ઓછુ
પીએસપી કંપનીના બાકી લેણાંના દાવા સામે હાઈકોર્ટે હાલમાં સ્ટે ફરમાવી દીધો
સુરત ડાયમંડ બુર્સના વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે જાણકારી અનુસાર પીએમ મોદી 17મી ડિસેમ્બરે તેનું આધિકારિક ઉદ્ધાટન કરવાના છે. જો કે તેની પહેલા આ બિલ્ડિંગ બનાવનારી કંપની પીએસપી અને ડાયમંડ બુર્સ વચ્ચે વિવાદ વકર્યો હતો. પીએસપી કંપનીના બાકી લેણાંના દાવા સામે હાઈકોર્ટે હાલમાં સ્ટે ફરમાવી દીધો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દોઢ દિવસ આરટીઓનું સર્વર બંધ, એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારો હેરાન
વિશ્વનું સૌથી મોટુ બિઝનેસ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સ
સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી તા. 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્દઘાટન કરવાના છે. તે પહેલાં ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેણાંના મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો. જેની આગામી તા. 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી, પરંતુ તે પહેલાં આ કેસમાં ટ્વીસ્ટ આવ્યો છે. બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવી છે. પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. હાલ પૂરતો આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે. સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વીડિયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે.
આ પણ વાંચો: સમગ્ર દેશમાં બે વર્ષમાં 51.17 લાખ રેશનિંગ કાર્ડ રદ, જાણો ગુજરાતમાં કેટલા કેન્સલ થયા
ગુજરાત હાઇકોર્ટે આ મામલે 27 ડિસેમ્બર સુધીનો સ્ટે આપ્યો
ગુજરાત હાઇકોર્ટે આ મામલે 27 ડિસેમ્બર સુધીનો સ્ટે આપ્યો છે. આ મામલે પહેલા સુરતની કોર્ટે 16 ડિસેમ્બર સુધી પૈસા ભરવાનો આદેશ આપ્યો હતો. પીએસપી કંપનીએ કરેલા દાવાને લઈને સુરત બુર્સને 100 કરોડ ભરવા મુદે સુરત કોર્ટે આદેશ આપ્યો હતો. જો કે બુર્સના સંચાલકોએ રુપિયાની ચૂકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે રૂ. 538 કરોડ ન ચૂકવાતા મોટો વિવાદ સર્જાયો હતો. આમ ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાયું હતું અને તેના પછી ડાયમંડ બુર્સનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાલ પૂરતો સુરત કોર્ટના આદેશ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આ સ્ટે 27 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.