ગુજરાત

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર

Text To Speech
  • ભારતની કુલ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ મળશે
  • VNSGUને રૂ. 100 કરોડની ગ્રાન્ટ મળી છે
  • આ ગ્રાન્ટ આજદિન સુધીની સૌથી મોટી ગ્રાન્ટ છે

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં યુનિવર્સિટીને રૂ. 100 કરોડની ગ્રાન્ટ મળી છે. બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા PMUSHA હેઠળ ગ્રાન્ટ આપવામાં આવી છે. તેમજ VNSGUને રૂ. 100 કરોડની ગ્રાન્ટએ આજદિન સુધીની સૌથી મોટી ગ્રાન્ટ છે.

આ પણ વાંચો: અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે નોંધાવી ફરિયાદ 

ભારતની કુલ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ મળશે

ભારતની કુલ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ મળશે. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા PMUSHA હેઠળ ગ્રાન્ટ મળી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ મળી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને PMUSHA પહેલ હેઠળ 100 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યાધુનિક વાહનો ખરીદવામાં આવશે

78 યુનિવર્સિટીઓમાંથી 52 યુનિવર્સિટીઓને રૂપિયા 20 કરોડ રુપિયાની ગ્રાન્ટ

ભારતમાંથી કુલ 78 યુનિવર્સિટીઓને PM-USHA યોજના અંતર્ગત અનુદાન આપવામાં આવશે. ભારતની 78 યુનિવર્સિટીઓમાંથી 52 યુનિવર્સિટીઓને રૂપિયા 20 કરોડ રુપિયાની ગ્રાન્ટ મળશે. PMUSHA યોજનાના ઉદ્દેશ્યોમાં તેમના દ્વારા સ્નાતકોની રોજગાર ક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બજાર સાથે જોડાયેલા અભ્યાસક્રમો, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, વિદ્યાર્થી પ્રમોશન માટે ભંડોળ. ઇન્ટર્નશિપ વગેરે આપે છે.

Back to top button