ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં થયા ફેરફાર

Text To Speech

ગાંધીનગર, ૧૪ નવેમ્બર, પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે.

સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ શારિરિક પરીક્ષા 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી ત્યારે હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારને વધારાનો સમય મળી શકે છે. હાલ આ પરિક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાયો છે.

10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદ: મ્યુનિ.કમિશનરની હાજરીમાં બે અધિકારીઓ બાખડયાં અને કામગીરીની પોલખુલી

Back to top button