અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ગબ્બરના પગથિયાંમાં કરાશે સમારકામ, એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે
- ભાદરવી પૂનમના મહામેળાને લઈ મોટા સમાચાર
- 23થી 29 સપ્ટેમ્બર સુધી આયોજન
- એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે
બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ માઁ અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે, એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. આ વર્ષે પણ 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોઇ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર્વત પર યાત્રીકોની સુવિધા માટે પગથિયાંનું સમારકામ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
8 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો બંધ
વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર્વત પર આગામી દિવસોએ પગથિયાંનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેને લઈ ગબ્બર ચઢવાનો એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે. જે મુજબ 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રહેશે. જેથી બીજા રસ્તેથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રહેશે. બીજી તરફ ભાદરવી પૂનમના મેળાને લઈને પગથિયા રિપેરિંગનું કામ કરવામાં આવશે. મહત્વનું છે કે, સપ્તાહમાં કામ પૂરું થયા બાદ બન્ને માર્ગ શરુ કરવામાં આવશે. વિગતો મુજબ મેળામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આ તૈયારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આબુ-અંબાજી રોડ પર બસ પર પથ્થરમારાની ઘટના, બસના આગળના કાચનો કડુસલો બોલી ગયો