વર્ગ-3 ની ભરતી પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર, હવેથી આ રીતે લેવાશે પરીક્ષા !
પેપરલીક કાંડ જેવી ઘટનાઓ બન્યા બાદ સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકાર દ્વારા થતી વર્ગ-3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં નવા નિયમો લાગુ પડશે. વર્ગ-3ની ભરતી માટે હવેથી સરકાર દ્વારા દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેમાં પહેલા એક પ્રિલિમ પરીક્ષા લેવાશે, આ પરીક્ષામાં જે ઉમેદવાર પાસ થશે તેણે જ મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે.
કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટેની આ 26 યોજનાઓ કરી બંધ, જાણો કારણ
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટેની 26 યોજનાઓને એક ઝાટકે બંધ કરી દેવામા આવી છે.વર્ષ 2001થી વર્ષ 2022માં અમલમાં આવેલી 26 યોજનાઓ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામા આવ્યો છે. ત્યારે આ યોજનાઓ બંધ કરવા માટેનું કારણ ખેડૂતો લાભ ન લેતા હોવાનું જણાવવામા આવી રહ્યું છે. યોજનાનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહેતું હોવાના કારણે યોજના બંધ કરાઈ હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી રહ્યો છે.
PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું કરશે ઉદ્ઘાટન, 1280 સાંસદો એકસાથે બેસી શકશે
PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સ્પીકર ઓમ બિરલા ગુરુવારે PM મોદીને મળ્યા હતા અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. નિવેદન અનુસાર, નવા સંસદ ભવનનું કામ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતનું અદ્ભુત ઉદાહરણ છે. યોગાનુયોગ, 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ પણ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રશંસનીય પ્રયોગ, એસ ટી ની વોલ્વો બસમાં તમામ મંત્રીઓ કરશે મુસાફરી
ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2003થી શરુ કરેલી ચિંતન શિબિરની આ 10મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.
ગુજરાતના 3 મોટા શહેરોમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. ત્યારે બાગેશ્વર બાબા આવે તે પહેલા જ ગુજરાતમાં તેને લઈને રાજકારણ ગરમાયું છે. એક બાદ એક મોટા નેતાઓ બાબા બાગેશ્વરને લઈને નિવેદન આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે,તેમ જણાવ્યું છે.
ગુજરાતમાં GST ચોરીમાં ડમી કંપનીઓનો રાફડો ફાટ્યો
જી.એસ.ટી. ચોરીના રાજ્ય વ્યાપી કૌભાંડમાં વડોદરા અને ભાવનગર પોલીસ દ્વારા સમાંતર રીતે ચાલી રહેલી તપાસમાં ડમી કંપનીઓનો આંકડો 900ને પાર થયો હોવાનુ સપાટી ઉપર આવ્યુ છે. ઈકોનોમી ક્રાઈમ સેલ દ્વારા ભાવનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને લવાયેલા બે આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ પુરા થઈ રહયા છે.
ગુજરાતના પૂર્વ મંત્રી વલ્લભભાઈ વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં મોત, બુલડોઝર સાથે કાર અથડાઈ
ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા વલ્લભભાઈ વઘાસિયાનું નિધન થયું છે. માર્ગ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. વલ્લભભાઈની કાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર નજીક બુલડોઝર સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. મોડી સાંજે તેમને અકસ્માત નડ્યો હતો