આણંદના કલેક્ટર DS ગઢવીને થોડા દિવસ પહેલા તાત્કાલીક અસરથી સસ્પેન્ડેડ કરવામા આવ્યા હતા અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો હતો. ત્યારે આ મામલે હવે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત એટીએસે આનંદની વિડિયો ક્લિપ મામલાના સંબંધમાં કેતકી વ્યાસ, જીએએસ, એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડાની ધરપકડ કરવામા આવી છે.
આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર
આણંદમા કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો હતો અને ક્લીપ વિવાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. જાણકારી મુજબ કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવાયા હતા. મહિલા ADM કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ કરવામા આવી રહી છે. ત્રણેયની આકરી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવાના ષડયંત્રનો પર્દાફાશ
મહિલા SDMએ ષડયંત્ર રચ્ચાનો ખુલાસો કર્યો છે.કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. કલેક્ટરની ગેરહાજરીમાં કેમેરા લગાવાયા હતા. મહિલા ADMએ કલેક્ટરને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.
અંતે એફઆઇઆર નોંધવામા આવી
આણંદના કલેકટરની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં અંતે એફઆઇઆર નોંધવામા આવી છે. આણંદથી બદલાયેલા મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે ડી પટેલ અને અન્ય એક કર્મચારીની પણ કરવામા આવી છે. કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે.
પોલીસ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર માહિતી અપાશે
કલેક્ટરને ફસાવવા માટે અગાઉ પણ બે યુવતી ઓને ચેમ્બરમાં મોકલાયાની ચોંકાવનારી હકીકતની બહાર જાણકારી બહાર આવી છે. આ અંગે પોલીસ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર માહિતી અપાશે
આ પણ વાંચો : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરની મુલાકાતે, મંદિર નિર્માણકાર્યની સમીક્ષા કરી જાણકારી મેળવી