સુરક્ષામાં મોટી ચૂક : SRK ના બંગ્લામાં ઘુસી ગયા બે ગુજરાતીઓ, જાણો શાહરૂખ ત્યારે ક્યાં હતો ?
‘પઠાણ’ શાહરૂખ ખાનના ઘરે મોટી ઘટના બની છે. એક માહિતી અનુસાર શાહરૂખ ખાનના ઘરે મન્નતમાં બે અજાણ્યા લોકોના પ્રવેશ્યા હોવાની માહતી સામે આવી છે. ગુરુવારે રાત્રે બે અજાણ્યા લોકો સુરક્ષા તોડીને બાંદ્રામાં મન્નતમાં પ્રવેશ્યા હતા. એટલું જ નહીં આ લોકો મન્નતના ત્રીજા માળે પહોંચી ગયા હતા. અભિનેતાની સુરક્ષામાં આ ક્ષતિથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. તે જ સમયે, ઘણા ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતો?
શાહરૂખ ખાન ક્યાં હતો તેના અંગે એક રિપોર્ટ અનુસાર, જ્યારે બંને અજાણ્યા વ્યક્તિઓ મન્નતની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા ત્યારે શાહરૂખ ખાન ત્યાં ન હતો. તે પોતાની ફિલ્મ જવાનનું શૂટિંગ કરી રહ્યો હતો. આ રાતની વાત છે. શાહરૂખ શૂટ પરથી વહેલી સવારે પાછો આવ્યો અને સૂઈ ગયો. ત્યાં સુધીમાં મન્નતના સિક્યુરિટી સ્ટાફે બંને વ્યક્તિને પકડી લીધા હતા.
Two men break into Shah Rukh Khan's bungalow Mannat, police probe on
Read @ANI Story | https://t.co/76VgzQ4FMO#SRK #Mannat #ShahRukhKhan #MumbaiPolice #Pathaan pic.twitter.com/pH1CbitJfo
— ANI Digital (@ani_digital) March 2, 2023
ગુરુવારે સાંજે મન્નતમાં ઘુસી ગયા બાદ બંને લોકોએ ત્યાં કચરો ફેલાવવાનું શરૂ કર્યું હતું. બંને બંગલાના ત્રીજા માળે પહોંચ્યા હતા. સિક્યોરિટીએ બંને લોકોને છુપાયેલા જોયા બાદ તેઓ પકડાઈ ગયા હતા. બંનેને પકડીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પકડાયેલા બંને યુવકોની ઉંમર 21થી 25 વર્ષની વચ્ચે જણાવવામાં આવી છે. આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ‘પઠાણ’ શાહરૂખ સાથે નહીં કામ કરે ‘પુષ્પા’ અલ્લુ અર્જુન, આપ્યું મોટું કારણ
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બંને યુવકો ગુજરાતના સુરતથી આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતું અને બંને યુવકોની ઉંમર આશરે 21થી 25 વર્ષની વચ્ચે હતી. પોલીસે આ બંને યુવકો પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યુ હતું કે બંને યુવકોની પુછપરછ કરતા તેઓએ અભિનેતાને મળવા માટે આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ વધુ વિગતો સામે આવી નથી.
આ પણ વાંચો : કિંગખાનની પત્ની વિરુદ્ધ FIR ! જાણો કેમ થઈ ફરિયાદ અને છે શું મામલો