અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસમધ્ય ગુજરાત

તંત્રના પાપે મોટી ઇન્ડસ્ટ્રીઓ ગુજરાત છોડવા તૈયાર, ભ્રષ્ટાચારી બાબુને કારણે સેંકડો લોકો બેરોજગાર થઈ શકે છે

અમદાવાદ, 27 ઓગસ્ટ 2024, જિલ્લાના સાણંદ તાલુકાનાં ચાંગોદર ગામમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ આજુબાજુના વિસ્તારના લોકો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ત્યાં ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈને છેલ્લા ઘણા સમયથી મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. મીડિયા સૂત્રો મુજબ નંદલાલ ખાનચંદાણી નામનાં ખાનગી વ્યક્તિ અને તંત્રનાં અમુક અધિકારીઓની મિલીભગતને લઈને મોટાપાયે ભ્રષ્ટાચાર કરાઇ ગેરકાયદેસર શોપિંગ કોમ્પલેક્ષ બનાવાઈ ગયા હોવાથી માહિતી સામે આવી રહી છે. હાલ મોટી ઇન્ડસ્ટ્રીઓને પાણી નિકાલ માટે રસ્તો ન મળવાથી પોતાનો વ્યાપાર ધંધો સમેટીને ગુજરાત છોડવા તૈયાર થઈ ગઈ હોય માત્ર એટલું જ નહીં ચાંગોદર ગામના લોકો પણ ગામ મૂકીને તૈયાર થયા હોય તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

નંદલાલ ખાનચંદાણીને ભ્રષ્ટ અધિકારીઓનાં ઘી કેળા
પ્રાપ્ત સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ નંદલાલ ખાનચંદાની નામના અનઅધિકૃત વ્યક્તિએ વિસ્તારમાં ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. જે અંગેની અગાઉ મોટી ઇન્ડસ્ટ્રીઓ દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે બાદ મામલતદાર દ્વારા બાંધકામ રોકવા અથવા દૂર કરવાનો હુકમ પણ કરાયો હતો પરંતુ આ નંદલાલ નામની વ્યક્તિએ હુકમને પણ ઘોળી પી જઈ બાંધકામ શરૂ રાખી પૂર્ણ કરી દીધું હતું. જે બાદ સમસ્યા વધતા મામલતદારનાં નવા હુકમ પ્રમાણે ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવાની હતી પરંતુ તે અંગે પણ આ ખાનગી વ્યક્તિએ ધ્યાન આપ્યું નથી જેના કારણે આજે આવી વિકરાળ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ સમસ્યા માત્ર મોટી ઇન્ડસ્ટ્રી અને નહીં પરંતુ વર્ષોથી વસવાટ કરતાં ચાંગોદર ગામના લોકોને પણ નડી રહી છે. સમગ્ર ગામમાં આવા અન અધિકૃત વ્યક્તિના બેરોકટોક બાંધકામને કારણે પાણી નિકાલ માટે જગ્યા પુરાઈ ગઈ છે. ગામના ઘરો આ સમસ્યાને કારણે પાણીમાં તણાઈ રહ્યા છે. એક બાજુ ગામના લોકો ગામ છોડવા તૈયાર બીજી બાજુ મોટી ઇન્ડસ્ટ્રીઓ ગુજરાત છોડવા તૈયાર, અને ત્રીજી બાજુ વિદેશી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ બેરોજગાર થવાની સંભાવનાના એંધાણ સર્જાયા છે.

મોટી ઇન્ડસ્ટ્રીઓ ગુજરાત છોડી શકે છે
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જેમાં વિદેશી ઇન્ડસ્ટ્રીઓનો પણ સમાવેશ થાય છે. સમસ્યાનો ઉદ્ભવ થતા નિકાલ માટે એક ઇન્ડસ્ટ્રીએ પોતાની જવાબદારીને સમજીને ફરજ મુજબ સંપૂર્ણપણે નિભાવી છે અને બીજી કંપનીએ અડધી નિભાવી છે. અને ત્રીજી ગેરકાયદેસર ખાનગી કંપનીના અને અનઅધિકૃત માલિક નંદલાલ ખાનચંદાણીએ જવાબદારી અંગે ધ્યાન આપ્યું નથી, એટલે કે નિભાવી નથી આ આ એક ખાનગી વ્યક્તિના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ છે અને આજે ત્યાં તમામ રસ્તા બંધ થઈ જતા પાણી નિકાલની વ્યવસ્થા નથી અને વિદેશી ઇન્ડસ્ટ્રીનાં માલિકો અમદાવાદ છોડીને જાય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

નંદલાલ ખાનચંદાણીનો ગેરકાયદેસર કબજો
અમદાવાદની આ મોટી ઇન્ડસ્ટ્રીઓ જો ગુજરાત છોડીને જાય તો લાખો લોકોની રોજગારી પર અસર પડે કારણ કે લાખો લોકો આ કંપનીઓમાં નજીવા દરે કામ કરે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે. નંદલાલ ખાનચંદાની નામના વ્યક્તિએ તંત્રમાં મોટાપાય ભ્રષ્ટાચાર કર્યો હોય તથા વ્યવહાર કર્યો હોય તેવું હાલ જણાઈ રહ્યું છે. કારણકે ગેરકાયદેસર બાંધકામ થતા મામલતદાર દ્વારા બાંધકામ રોકવા માટે હુકમ કરાયા બાદ પણ શા માટે બાંધકામને શરૂ રખાયું અને પૂર્ણ કરી દેવાયું? અને શા માટે મામલતદારના હુકમ બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નહીં? જેમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે તંત્રનાં આ ભ્રષ્ટ અધિકારીઓ અને નંદલાલ ખાનચંદાણી નામના ખાનગી વ્યક્તિ ઉપર ક્યારે તપાસ થશે?

તંત્રના પાપે લાખો લોકો થઈ શકે છે બેરોજગાર
સરકાર દ્વારા વારંવાર નવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. સરકાર લઘુ મધ્ય અને મોટા ઉદ્યોગો માટે સબસીડી બહાર પાડે છે. દેશના વડાપ્રધાન હોય કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ ઉચ્ચ નેતાઓ ઉદ્યોગોનાં વિકાસ માટે તત્પર દેખાતા હોય છે. પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ તમામ યોજનાઓ અને પ્રોત્સાહનો ઉપર પાણી ફરી વળતું હોય છે. વિદેશી કંપનીઓ અમદાવાદમાં રોકાણ કરે છે ત્યારે આવા અમુક ખાનગી વ્યક્તિઓ સરકારી અધિકારીઓ સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરી કરોડોનું નુકસાન સરકારી તિજોરીને, દેશને તથા રાજ્યને કરતા હોય છે. ત્યારે આ વિદેશી કંપનીઓ જો ગુજરાત છોડીને જાય તો લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઈ શકે છે જે સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે! ત્યારે સવાલએ પણ ઉભો થાય છે માત્ર ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરવા માટે આ ખાનગી વ્યક્તિ તંત્ર માટે કઈ રીતે આટલી હદે મહત્વનો હોઈ શકે? જેના પાપે આજે ગુજરાતની મોટી ઇન્ડસ્ટ્રીઓ ગુજરાત છોડવા તૈયાર થઈ ગઈ છે.

આ પણ વાંચોઃડૉ. વૈશાલી જોષી આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવતા PI ખાચરને કસ્ટડીમાં લેવાયા

Back to top button