2023ની આ તારીખે બનશે મોટી ઘટનાઓઃ જાણો કોણ કરી રહ્યુ છે આવો દાવો?
એક રહસ્યમયી સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે આ વર્ષના અંતમાં મંગળ ગ્રહ પર માણસના હાડકા મળશે. આ વ્યક્તિ ખુદને એક ટાઇમ ટ્રાવેલ કહી રહી છે. તેનું કહેવુ છે કે તે વર્ષ 2858માંથી આવ્યો છે. આ વ્યક્તિએ પોતાનુ યુઝરનેમ ડાર્કનેસ ટાઇમ ટ્રાવેલ જણાવ્યુ છે. તે ટિકટોક પર આ પ્રકારના વીડિયો પોસ્ટ કરતો રહે છે. તે એલિયન્સથી લઇને અંતરિક્ષ સુધીના તમામ વિષયો પર, ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે જણાવે છે. ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો કરનારી આ વ્યક્તિનો લેટેસ્ટ વીડિયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.
તેમાં જણાવાયુ છે કે લાલ ગ્રહ એટલે કે મંગળ પર માણસોના અવશેષ મળવાની શક્યતાઓ છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે ધ્યાન આપો. હું વર્ષ 2858માંથી આવેલો અસલી ટાઇમ ટ્રાવેલર છું. 2023માં આવનારી આ પાંચ તારીખો યાદ રાખો. ફેબ્રુઆરી 28ના રોજ દરેક વ્યક્તિને એક જ સપનું આવશે, જેમાં દુશ્મન એલિયનોની એક પ્રજાતિ પર કબજો કરી લેશે. માર્ચ 30ના રોજ એક વિમાન વાર્મહોલ દ્વારા ગુમ થઇ જશે. યાત્રીઓ માટે તે છ સેકન્ડનો સમય હશે, જ્યારે બાકી તમામ માટે છ વર્ષનો.
તેણે આગળ લખ્યુ છે કે 4 મેના રોજ માણસોના હાડકા મંગળ ગ્રહ પર મળશે, જેનાથી બધાને વિશ્વાસ થશે કે આપણે બધા મંગળ ગ્રહના નિવાસી છીએ. 2 જુલાઇના રોજ છ વ્યક્તિઓને સુર્યની ઉર્જાથી સુપરપાવર મળશે. 19 ઓગસ્ટના રોજ સરકારની સિક્રેટ યોજના પર કામ કરનાર વૈજ્ઞાનિક પેરેલલ યુનિવર્સનું એક પોર્ટલ ખોલશે. આ વીડિયો ટીકટોક પર શેર કરાયો છે. જેને લઇને લોકો મિક્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ કહી રહ્યુ છે અમે રાહ જોઇશુ. કોઇ કહી રહ્યુ છે આ બધુ થશે તો પણ આપણે જાણી શકીશું નહી.
આ પણ જાણોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરુ થશે રોપ-વે, 13.80 કિમીનું અંતર 5 મીનિટમાં કપાશે