ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને DGVCL દ્વારા લેવાયો મોટો નિર્ણય


- લોકોએ પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો
- સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરી દેવામાં આવી
- સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે
ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને DGVCL દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જેમાં સ્માર્ટ મીટરમાં હવે રિચાર્જ નહીં કરાવવું પડે, બિલ સિસ્ટમ જ રહેશે તેમજ પ્રિ-પેઇડ યોજના મરજિયાત કરાઈ છે.
લોકોએ પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યા હતા. લોકોએ પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. જોકે, જનતાની માગ સામે હવે ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરી દેવામાં આવી છે.
સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે
ડીજીવીસીએલે જણાવ્યું કે, જે પણ મીટર માટેની નવી અરજી આવશે તેમજ જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર જ લગાવવાની શરુઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમના કારણે ગ્રાહકો વિરોધ કરી રહ્યા હતા. હવે આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે.
અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ 48 હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવી દીધા
અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ 48 હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરનો વપરાશ પોતાના ફોનમાં જોઈ શકાશે તેમજ બિલ ઓનલાઇન તેમજ ઓફલાઇન બંને પ્રકારે ભરી શકાશે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર