GOOD NEWS: રોહિત શર્મા પર BCCIએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટના ચાહકો જાણીને ખુશ થઈ જશે


નવી દિલ્હી, 15 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબી જીત બાદ રોહિત શર્માની ટેસ્ટ કપ્તાનીને પણ જીવનદાન મળ્યું છે. કહેવાય છે કે, જૂનથી ઓગસ્ટની વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં રોહિત શર્મા જ કપ્તાન હશે. અહીં ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ત્યાર બાદ રોહિત શર્માની કપ્તાની પર સવાલો થવા લાગ્યા હતા. ત્યાં સુધી કે છેલ્લી ટેસ્ટમાં રોહિત ખુદ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ભારતની કમાન સંભાળી હતી.
બીસીસીઆઈનું સમર્થન
હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિતને બીસીસીઆઈનું પૂરતું સમર્થન મળ્યું છે. ઈંડિયન એક્સપ્રેસમાં જણાવ્યા અનુસાર, બોર્ડ અને સિલેક્ટર્સ રોહિતને ફરી એક વાર મોટી ટૂર પર કપ્તાન તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું કહેવું છે કે, રોહિતે સાબિત કરી દીધું છે કે, તે શું કરે શકે છે. સૌ કોઈને લાગે છે કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતનું નેતૃત્વ કરવા માટે રોહિત જ સૌથી વધારે કારગર સાબિત થશે. રોહિતે પણ રેડ બોલ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રોહિતે કહ્યું હતું કે રિટાયર નથી થવાનો
આ અગાઉ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતે ખુદ કહ્યું હતું કે, તે રિટાયર થવાનો નથી. જો કે જ્યારે તેને 2027ના વન ડે વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાનો પ્લાનનો ખુલાસો કર્યો નહોતો. રોહિતે આઈસીસીને કહ્યું કે, હું રમી રહ્યો છું. હું ટીમ સાથે જે પણ કરી રહ્યો છું, તેમાં મજા આવી રહી છે. ટીમને મારી સાથે સારુ લાગી રહ્યું છે. આ ખૂબ જ સારી વાત છે. હું હજુ 2027ને લઈને કંઈ કહી શકીશ નહીં. કારણ કે તેમાં ઘણો સમય છે. પણ મારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે.
આ પણ વાંચો: શુભકામના બાપૂ: અક્ષર પટેલને કપ્તાન બનાવતા કેએલ રાહુલે એવી વાત કહી કે દિલ ખુશ થઈ જશે, કાયમ સપોર્ટ કરશે