ગુજરાત ST વિભાગના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
- ચાલુ ફરજે મૃત્યુ થતાં મળતી સહાયમાં કરાયો વધારો
- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
- કર્મચારીઓને હવેથી 14 લાખનું વળતર મળશે
- સરકારે કરેલા મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કર્મચારી યુનિયનો
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી : રાજય સરકારે ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં હવે રાજય સરકારનાં અન્ય કર્મચારીઓની જેમ જ ST નિગમના 39 હજાર જેટલા કર્મચારીઓને ચાલુ ફરજે અવસાનનાં કિસ્સામાં રૂ.14 લાખ આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
એસ. ટી. નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય !
રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 11, 2025
GSRTCના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. ST નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ.8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.દરમ્યાન એસ.ટી.નાં ત્રણે માન્ય યુનિયનોની બનેલી સંકલન સમિતિનાં હોદ્દેદારોનાં જણાવ્યા મુજબ આ બાબતે સમિતિની લાંબા સમયની રજૂઆત હતી.જે સરકારે માન્ય રાખતા યુનિયનો સરકારનો આભાર માને છે.
આ પણ વાંચો :- અમદાવાદ વનડે : ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, ભારતની ટીમમાં 3 ફેરફાર