ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારો માટે મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય

Text To Speech

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. આ ઉપરાંત હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે.

મળતી માહિતી મુજબ, ગુજરાત સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે નવા નિર્ણયો લઈ રહી છે. સામાન્ય રીતે પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવાતું હતું. જોકે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ કર્યો છે. હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું  ચુસ્તપણે પાલન કરવું પડશે.

કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. આ વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની એક્ચ્યુઅલ કિંમત તેમજ દૈનિક ભથ્થું આપવામાં આવશે. આ અંગે સરકારે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારો સરકારી કામકાજ અર્થે ફાળવવામાં આવેલ પેટ્રોલ/ડિઝલ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવે છે.

પેટ્રોલ ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકારશ્રી બરા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦૧/૦૧/૨૦૨૨ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.

Back to top button