BREAKING : CM ભૂપેન્દ્ર પટેલનો યુવાનો માટે મોટો નિર્ણય, રાજ્યમાં 3077 તલાટીની ભરતી, પોલીસ વિભાગમાં પણ મોટાપાયે ભરતી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય
- 3077 તલાટીની ભરતી કરાશે
- તલાટી સાથે પોલીસમાં પણ મોટાપાયે ભરતી
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે વધારે એક આનંદના સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને અપાઈ છે. ટૂંક સમયમાં વિભાગ ભરતીની જાહેરાત બહાર પાડશે.
પોલીસ વિભાગમાં પણ ભરતી આવશે
તલાટીની સાથે રાજ્યના પોલીસ વિભાગમાં પણ મોટાપાયે ભરતી આવી રહી છે.પોલીસ ભરતીની વાત કરવામાં આવે તો હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે.આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે. છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં પણ હસમુખ પટેલે સરસ જવાબદારી નિભાવી હતી.
હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક
મહત્વનું છે કે,તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરશે તે વાત નક્કી છે.
આ પણ વાંચો : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, IPS હસમુખ પટેલને સોંપાઈ મોટી જવાબદારી