ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન ઉપર મોટો સાયબર હુમલો! દેશના 70 ટકા ગેસ સ્ટેશન પર કામ અટક્યું

Text To Speech
  • ઈરાન પર આજે સોમવારે થયો સાયબર હુમલો
  • હુમલાના કારણેે ઈરાનના 70 ટકાથી વધુ ગેસ સ્ટેશનોના કામકાજ ઠપ

ઈરાન, 18 ડિસેમ્બર: ઈરાન પર શંકાસ્પદ સાયબર હુમલા વિશે ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ સોમવારે ઈરાનના લગભગ 70 ટકા ગેસ સ્ટેશનો પર કામ અટકી ગયું છે. ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે આ જાણકારી આપી છે. સમાચાર અનુસાર, ‘સોફ્ટવેરમાં સમસ્યા’ના કારણે ગેસ સ્ટેશનોના કામકાજ ઠપ થયા હતા. ચેનલ દ્વારા લોકોને જે હજી પણ ગેસ સ્ટેશનો ચાલુ છે ત્યાં ન જવા વિનંતી કરવામાં આવી છે.

ઈરાનમાં 33 હજાર સ્ટેશન

સરકારી ટેલિવિઝન ચેનલે ઓઇલ મંત્રાલયના નિવેદનને ટાંકીને કહ્યું કે દેશના 30 ટકાથી વધુ ગેસ સ્ટેશનો હજુ પણ કાર્યરત છે. દેશમાં અંદાજે 33,000 ગેસ સ્ટેશન છે. તાજેતરના વર્ષોમાં ઈરાનના ગેસ સ્ટેશનો, રેલ્વે સિસ્ટમ અને ઉદ્યોગોને ઘણી વખત સાયબર હુમલાઓ દ્વારા ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહિમ માર્યો ગયો હોવાનો એક સમાચાર એજન્સીનો દાવો

આ પહેલા પણ સાયબર એટેક થઈ ચૂક્યો છે

જેલ સહિત સરકારી ઈમારતો પર નજર રાખવા માટે લગાવવામાં આવેલા કેમેરા પણ હેક કરવામાં આવ્યા છે. 2022 માં, ‘ગોંજેશકે દરાંડે’ એ ઈરાનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત એક મોટી સ્ટીલ કંપનીની કમ્પ્યુટર સિસ્ટમને હેક કરી હતી. 2021માં ઈરાનની ઈંધણ વિતરણ પ્રણાલી પર પણ સાઈબર હુમલો થયો હતો જેના કારણે દેશભરના ગેસ સ્ટેશનો ઠપ્પ થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમેરિકન પ્રમખ જો બાઇડનના કાફલા સાથે અથડાઈ સ્પીડિંગ કાર

Back to top button