આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના લૉસ એન્જેલસમાં ઠેર ઠેર પડી મોટી તિરાડો, શું કોઈ જોખમનો સંકેત? જૂઓ વીડિયો

Text To Speech

લોસ એન્જલસ, 6 સપ્ટેમ્બર : કેલિફોર્નિયાના લોસ એન્જલસના જુદા જુદા ભાગોમાં મોટી તિરાડો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. એક ડ્રોન વિડિયોમાં ઠેરઠેર એક સમાન તિરાડો જોવા મળી રહી છે. લોસ એન્જલસની નીચે જમીનમાં મોટી તિરાડો દેખાઈ રહી હોવાના અહેવાલો સંભવિત ધરતીકંપની પ્રવૃત્તિ અંગે ચિંતા પેદા કરી રહ્યા છે. ત્યારે શું આ કોઈ મોટી જોખમના સંકેતો છે ? તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃગુજરાતમાં હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું

શું LA ઉપર કોઈ મોટું જોખમ છે ?

લોસ એન્જલસમાં જોવા મળી રહેલી આ પરિસ્થિતિ પ્રદેશ ઉપર ધરતીકંપનું જોખમ દર્શાવે છે. જો કે તે આવશે કે કેમ તે અસ્પષ્ટ છે. હાલ તંત્ર નજીકથી તેની દેખરેખ રાખી રહ્યું છે. જો કે, અહેવાલો અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રકારની સમસ્યા આવી હોય તેવું આ પ્રથમ વખત નથી કારણ કે ગયા વર્ષે એરિઝોના, ઉટાહ અને કેલિફોર્નિયા સહિત અન્ય રાજ્યોમાં પણ આવી તિરાડો જોવા મળી હતી. આ તિરાડો ઘણીવાર પર્વતો વચ્ચેના તટપ્રદેશમાં જોવા મળે છે અને તે ઘરો, પરિવહન નેટવર્ક, નહેરો અને ડેમ માટે નોંધપાત્ર જોખમો રજૂ કરી શકે છે અને મિલકતના મૂલ્યો, પશુધન અને માનવ સુખાકારી માટે વિનાશક પરિણામો લાવી શકે છે.

લોસ એન્જલસ એક ભૂકંપગ્રસ્ત વિસ્તાર

આ સાથે જ જાણવા મળ્યું છે કે, કેલિફોર્નિયાનો લોસ એન્જલસ વિસ્તાર ભૂકંપગ્રસ્ત છે. અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. જો કે, જમીન ઉપર આ તિરાડો દેખાવી તે કોઈ સામાન્ય બાબત ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ કોઈ આવનારા મોટા સંકટના સંકેત છે કે કેમ ? તે જાણવા વૈજ્ઞાનિકો પણ માથામણ કરી રહ્યા છે.

Back to top button