ઔરંગઝેબ મામલે નાગપુરમાં મોટી માથાકૂટ, બે જૂથ સામસામે આવી જતા મામલો તંગ બન્યો

નાગપુર, 17 માર્ચ : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ હતી. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન બંને જૂથો દ્વારા પથ્થરમારો અને આગચંપી થતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. હાલમાં સ્થિતિ તંગ છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે શિવાજી ચોક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ લોકો બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને લઈને ગુસ્સે થયા હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ ત્યાં હાજર અન્ય એક જૂથે પણ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ પછી પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
#WATCH | Maharashtra: Efforts underway to douse fire in vehicles that have been torched in Mahal area of Nagpur.
Tensions have broken out here following a dispute between two groups. pic.twitter.com/rRheKdpGh4
— ANI (@ANI) March 17, 2025
પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા
પોલીસે આવીને બંને વિરોધ જૂથોને અલગ કર્યા અને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ પીછો કર્યો હતો. જો કે, ચિટનીસ પાર્કથી આગળ ભાલદાર પુરા વિસ્તારમાંથી પોલીસ પર મોટા પ્રમાણમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો, પરંતુ સતત પથ્થરમારાના કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પથ્થરમારાના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાંતિની અપીલ કરી હતી
નાગપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ‘X’ પર ટ્વીટ કરીને લોકોને શાંતિની અપીલ કરી હતી. નીતિન ગડકરીએ લખ્યું, નાગપુર શાંતિ અને સૌહાર્દ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત શહેર છે. આ શહેરમાં જાતિ, સંપ્રદાય કે ધર્મના આધારે કોઈ વિવાદ કે લડાઈ નથી. નીતિન ગડકરીએ નાગપુરના રહેવાસીઓને શાંત રહેવા અને પરિસ્થિતિને સંભાળવામાં જિલ્લા પોલીસ-પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી હતી.
પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે
મહત્વનું છે કે હંગામા પછી જ્યારે પોલીસ સમજાવવા આવી તો બંને જૂથો ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી. ટોળાએ રોડ પર પાર્ક કરેલા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ સ્થિતિને સંભાળવા માટે ચાર્જ સંભાળ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનો પીછો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :- દેવભૂમિ દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, 25 હજારમાં કરી હતી ઘૂસણખોરી