IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPLની શરૂઆત પહેલા જ મોટો ફેરફાર: 2 નવા ખેલાડીઓની અચાનક થઈ એન્ટ્રી

Text To Speech
  •  આજે પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચેન્નાઈના MA ચિંદમ્બરમ સ્ટેડિયમ રમાશે

નવી દિલ્હી, 22 માર્ચ:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન આજે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેમાં આજે શુક્રવારે પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચેન્નાઈના MA ચિંદમ્બરમ સ્ટેડિયમ રમાશે. IPLની નવી સિઝન શરૂ થવાના થોડા કલાકો પહેલા જ ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન બી.આર. શરથ અને ઓલરાઉન્ડર તનુષ કોટિયન IPL 2024નો ભાગ બનાવવામાં આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સમાં ફેરબદલી કરવામાં આવી 

ગુજરાત ટાઇટન્સે વિકેટકીપર બેટ્સમેન બી.આર શરથને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બી.આર. શરથે રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા રોબિન મિન્ઝનું સ્થાન લીધું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે તનુષ કોટિયનનો ટીમમાં સમાવેશ કર્યો છે. તનુષે સ્પિન બોલર એડમ ઝમ્પાની જગ્યા લીધી, જે અંગત કારણોસર બહાર થઈ ગયો છે.

બંને ખિલાડી રૂ. 20 લાખની મૂળ કિંમતે ટીમમાં જોડાશે 

બી.આર. શરથ ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 20 ફર્સ્ટ ક્લાસ, 43 લિસ્ટ-A અને 28 ટી20 મેચ રમીને કુલ 1676 રન બનાવ્યા છે. બી.આર. શરથ તેની મૂળ કિંમત રૂ. 20 લાખ માટે ગુજરાત ટાઇટન્સમાં જોડાશે. જ્યારે તનુષ કોટિયન વિશે વાત કરીએ તો, તેમણે તાજેતરમાં જ મુંબઈમાં 42મી રણજી ટ્રોફી જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તનુષ પણ રૂ. 20 લાખની મૂળ કિંમતે RR સાથે જોડાશે. તનુષે 23 ટી20, 26 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 19 લિસ્ટ-એ મેચ રમી છે.

આ પણ જુઓ: IPLના ઈતિહાસમાં આવું કરનાર MS ધોની એકમાત્ર કેપ્ટન, જાણો તેના આ રેકોર્ડ વિશે

Back to top button