ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વનડે રેન્કિંગમાં મોટો ફેરફાર, શુભમન ગિલ બીજા સ્થાને, કોહલી-રોહિત પણ ટોપ-10માં સામેલ

Text To Speech
  • ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે બુધવારે જાહેર કરાયેલ ICC વનડે રેન્કિંગમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ સ્થાન હાંસલ કર્યું છે.

ICC ODI Ranking: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વનડે ક્રિકેટમાં બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગ બહાર પાડી છે. ભારતીય ઓપનર શુભમન ગીલે બુધવારે જાહેર કરવામાં આવેલ બેટ્સમેનોની તાજેતરની વનડે રેન્કિંગમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બીજું સ્થાન હાંસલ કર્યું છે. તેના સિવાય બે વધુ ભારતીય બેટ્સમેન ટોપ-10માં સામેલ છે.

જાન્યુઆરી 2019 પછી આ પ્રથમ વખત ત્રણ ભારતીય બેટ્સમેન વનડે રેન્કિંગની ટોપ-10 યાદીમાં સામેલ થયા છે. શુભમન ગિલ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ટોપ-10 રેન્કિંગમાં સામેલ છે. શુબમન ગિલે એશિયા કપમાં પાકિસ્તાન સામે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. તેણે 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના લીધે તેમને લેટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે.

રોહિત શર્માએ એશિયા કપની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી, જેમણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત ત્રણ અડધી સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલીને પાકિસ્તાન સામે તેની અણનમ 122 રનની ઇનિંગનો ફાયદો મળ્યો છે.

કુલદીપ યાદવ બોલરોની યાદીમાં સાતમાં સ્થાને:

બોલરોની યાદીમાં ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ સંયુક્ત બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા પ્રથમ વખત ટોચના પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. ભારતના ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવે પણ એશિયા કપની બે મેચમાં 9 વિકેટની મદદથી પાંચ સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે, જેના કારણે તે સાતમા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો: Asia Cup 2023ના ફાઈનલમાં પહોંચતું ભારત, શ્રીલંકાને 41 રને હરાવ્યું, કુલદીપ ફરી ઝળક્યો

Back to top button