રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ
- બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા
- નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બ્લાસ્ટને અંજામ આપનાર આરોપીની સાથે કાવતરાખોરની કરી અટકાયત
બેંગલુરુ, 12 એપ્રિલ: બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બ્લાસ્ટને અંજામ આપનાર આરોપી અને કાવતરાખોરની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જે બે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અબ્દુલ માથિન તાહા અને મુસાવીર શાજીબ હુસૈન છે.
તપાસ એજન્સીએ પહેલા મુખ્ય આરોપી મુસાવીર શાજીબ હુસૈનની ઓળખ કરી હતી, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ કેસમાં અન્ય કાવતરાખોર અબ્દુલ માથિન તાહાની પણ ઓળખ થઈ હતી, જે અન્ય કેસમાં પણ વોન્ટેડ છે. હાલમાં NIA બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ઓળખ છુપાવી ફરતા હતા આરોપી
એવું કહેવાય છે કે બંને આરોપીઓ તેમની ખોટી ઓળખના આધારે કોલકાતા નજીક છુપાયેલા હતા. ગુપ્ત માહિતીના આધારે NIAએ બંનેના લોકેશન ટ્રેસ કરીને તેમને પકડ્યા હતા. માહિતી અનુસાર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ પોલીસના સંકલિત પ્રયાસોને કારણે આ સફળતા મળી છે.
અગાઉ NIAની ટીમો દ્વારા કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશમાં એક સ્થાન સહિત કુલ 18 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સહ કાવતરાખોર મુઝમ્મિલ શરીફને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. NIAએ 3 માર્ચે આ કેસનો કબજો લીધો હતો. NIAએ થોડા દિવસો પહેલા એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્લાસ્ટ કોણે કરાવ્યો હતો.
— NIA India (@NIA_India) April 5, 2024
આ પણ વાંચો: લંડનમાં ભારતીય દૂતાવાસ પર હુમલાની તપાસમાં થઈ ચૂક! NIAએ મોટું પગલું ભર્યું