ગુજરાતટોપ ન્યૂઝ

big breaking : લોકસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય, રાજ્યના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન

Text To Speech

લોકસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જાણકારી મુજબ રાજ્યના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. જેમાં નવસારી ગાંધીધામ સુરેન્દ્રનગર વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.

રાજ્યના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે

રાજ્યના 5 મોટા શહેરો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. નવસારી ગાંધીધામ સુરેન્દ્રનગર વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.આ નિર્ણયને બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. આમ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે.

13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો થશે ઉમેરો

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી ત્યારે હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાની કરાઈ હતી ભલામણ

નોંધનીય છે કે શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરના ચિંતન શિબિર પેટા જૂથે પણ રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવો જોઈએ.બુધવારે રાજ્ય કેબિનેટમાં ચર્ચા માટે મૂકવામાં આવે તે પહેલાં આ ભલામણ પર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સ્તરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ બાબતે હજુ સત્તાવાર રીતે જાહેરાત કરવામા આવી નથી.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં અનરાધાર વરસાદ, સૌથી વધુ વલસાડમાં ખાબક્યો

Back to top button